સમાચાર

દેવળીયા પાર્કમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ 36 સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં

દેવળીયા પાર્કમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ 36 સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં
વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત કરવામાં આવી
વેરાવળ, તા. 13
ગુજરાત રાજય પર્યાવરણબચાવ સમિતિનાં પ્રમુખ રજાકભાઈ બ્‍લોચે રાજયનાં વન મંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ઓકટોબર/ર018 દરમિયાન દલખાણીયા રેંજમાં ર3 થી વધારે સિંહોના કેનાઈન ડિસટેમ્‍પર વાઈરસ(સીડીવી)ના કારણે અકાળે મૃત્‍યુ થયેલ ત્‍યારબાદ ફોરેસ્‍ટ વિભાગ ર્ેારા પ9થી વધારે સિંહોના સારવાર માટે રેસ્‍કયુ કરી જામવાળા અને જશાધાર રેન્‍જની એનિમલ કેર સેન્‍ટરમાં રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ, દેવળીયા પાર્કમાં શિફટીંગ કરીને રાખવામાં આવેલ સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં હોવાનું જાણવા મળી રહૃાું છે, જામવાળા અને જશાઘાર રેન્‍જની એનિમલ કેર સેન્‍ટરમં રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ 33 સિંહો ગંભીર બીમારીમાં સપડાઈ ગયા હોય તેવી માહિતી મળી રહી છે. કારણ કે હાલમાં રસીકરણ માટે રેસ્‍કયું કરીને રાખવામાં આવેલ 31 સિંહોને મુકત કરવાની ફોરેસ્‍ટ વિભાગ ર્ેારા જાહેરાત કરવામા આવેલ તેમ છતા કેદ કરીને રાખવામાં આવેલ સિંહોને મુકત કરવામાં આવેલ નહી તે બાબત શંકા ઉપજાવે છે.
વધુમાં જણાવવાનું કે ગીરના સિંહોને ગેરકાયદેસર જોખમી સીડીવી રસીકરણ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવેલ, કારણ કે કેનાઈન ડિસ્‍ટેમ્‍પર વાઈરસ માટેની રસી જે હાલમાં એશિયાટિક સિંહોને આપવામાં આવેલ છે, તે કંપનીએ આ રસી સ્‍પેશિયલ નોળિયા કુળનાપ્રાણી માટે બનાવેલ છે, તેમ છતાં આ રસીનાં ત્રણ ડોઝ ગીરના સિંહોને આપવામાં આવેલ તેના કારણે શારીરિક રીતે તંદુરસ્‍ત સિંહોને રસીકરણ કરવાથી ગંભીર બીમારીમાં સપડાઈ ગયેલ હોવાનું તથા, ઘણાં કિસ્‍સામાં એલર્જીક રિએકશન સાથે, કમજોરીનાં લક્ષણો જોવા મળી રહૃાા છે, આ રસીકરણની આડઅસરનાં કારણે બે સિંહોના મૃત્‍યુ થયેલ હોવાનું પણ જાણવા મળેલ છે, આ ઘટનાને છુપાવવાનાં ઈરાદાથી ફોરેસ્‍ટ વિભાગ ર્ેારા કેદ કરીને રાખવામાં આવેલ 33 સિંહોને સાત મહિના પછી પણ મુકત કરવામાં આવેલ નથી.
વધુમાં જણાવે છે કે, હાલમાં આ રસીકરણ કરેલ સિંહોને દેવળીયા પાર્કમાં અને જામવાળા રેન્‍જની એનિમલ કેર સેન્‍ટરમાં રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ, જામવાળા રેન્‍જની એનિમલ કેર સેન્‍ટરમાં માત્ર 4 સિંહોને સારવાર આપવાની તથા રાખવાની ક્ષમતા છે તેમ છતાં સાત મહિના સુધી આ એનિમલ કેર સેન્‍ટરમાં 33થી વધારે સિંહોને કેદ કરીને રાખવામાં આવેલ, તેના કારણે પણ આ સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં હોવાની માહિતી મળી રહી છે.
છેલ્‍લા સાત મહિનાથી 36થી વધારે કુદરતી રીતે વિહરતા ગીરના સિંહોને રસીકરણ કરવાનાં હેતુથી માત્ર 4 સિંહોની સુવિધા ધરાવતા જામવાળા એનિમલ કેર સેન્‍ટરમાં સીડીવી રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ છે, તે તમામસિંહોને ત્રણ ડોઝ રસી આપ્‍યા પછી પણ મુકત કરવામાં ના આવતા આ બાબત જરૂર શંકા ઉપજાવે છે, અમોને મળેલ માહિતી મુજબ રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ 36 સિંહો હાલમાં અત્‍યંત બીમર હાલતમાં છે, રસીકરણ માટે કેદ કરીને રાખવામાં આવેલ કુલ 36 સિંહો પૈકીનાં બે સિંહોનાં ઓવરડોઝ અથવા તો રસીકરણની આડઅસરનાં કારણે મૃત્‍યુ થયેલ હોવાની બાતમી મળેલ છે, જો આવો કોઈ બનાવ બનેલ હોય તો તે ખૂબજ દુઃખદ ઘટના ગણી શકાય, આ બાબતે તપાસ કરવાનાં દોષિતોને સજા કરવાનાં અધિકાર મળેલ છે, તેવી માંગ અંતમાં કરેલ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!