બ્રેકીંગ ન્યુઝ

કોંગી કાર્યકરો દ્વારા પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાં કોંગી કાર્યકરો દ્વારા

પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ

નોટબંધી,જીએસટી, બેરોજગારી, કૃષિક્ષેત્રની કફોડી હાલતથી ભાજપને વ્‍યાપક નુકશાન થઈ રહૃાાનું અનુમાન

અમરેલી, તા. 10

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા આગામી થોડા જ દિવસોમાં કેન્‍દ્રીય મંત્રી બની જશે તેવો આશાવાદ સમગ્ર સંસદીય મત વિસ્‍તારનાં હજારોની સંખ્‍યામાં કોંગી કાર્યકરો અને સેંકડો કોંગી આગેવાનો દર્શાવી રહૃાા છે અને આ માટે દુઆઓ અને પ્રાર્થનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

જિલ્‍લાનાં કોંગી આગેવાનો નવિનચંદ્ર રવાણી, ચંદ્રેશ રવાણી, વિરજી ઠુંમર, પ્રતાપ દુધાત, અંબરીશ ડેર, જે.વી. કાકડીયા, ઠાકરશીભાઈ મેતલીયા, અર્જુન સોસા, પંકજ કાનાબાર, ટીકુભાઈ વરૂ, રાજ મહેતા, ડો. કલસરીયા, વિજય બારૈયા, શંભુભાઈ દેસાઈ, મુળશંકરભાઈ તેરૈયા, જીતુભાઈ ગોળવાળા, લલિત ઠુંમર, શરદ ધાનાણી, સંદીપ ધાનાણી, રવજીભાઈ વાઘેલા, કે.કે. વાળા, બબલાભાઈ ખુમાણ, પરેશ ભુવા, પ્રદિપ કોટડીયા વિગેરે સ્‍પષ્‍ટ માની રહૃાા છે કે, કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનો વિજય નિશ્ચિત છે અને કેન્‍દ્રમાં કોંગ્રેસનાં નેતૃત્‍વની સરકાર બની રહી હોય પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બનશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

કોંગીજનો જણાવી રહૃાા છે કે, નોટબંધી ભાજપ માટે વોટબંધી બનશે, ગબ્‍બરસિંગ ટેકસ, 4પ વર્ષમાં ન હોય તેવી બેરોજગારી, ખેડૂતોની દયનીયહાલત, મોબલીન્‍ચીંગ, અર્થતંત્રની કફોડી હાલત, કાળુધન પરત ન આવ્‍યું, બેન્‍ક ખાતામાં કોઈને 1પ લાખ ન આવ્‍યા, એકપણ સ્‍માર્ટ સીટી ન બન્‍યું, ગંગા સફાઈ ન થઈ વિગેરે અનેક પ્રશ્‍નોને લઈને દેશની જનતામાં ભાજપ સરકાર સામે આક્રોશ જોવા મળી રહૃાો છે.

દેશમાં પ્રથમ પાંચ તબકકામાં યોજાયેલ મતદાનમાં મતદારોએ ભાજપ સરકાર વિરૂઘ્‍ધ કચકચાવીને મતદાન કરેલ છે અને આગામી બન્‍ને તબકકામાં પણ તે પ્રકારે જ મતદાન થવાનું હોય ભાજપનાં નેતૃત્‍વનાં સંગઠન એનડીએની 170 થી 180 બેઠક જ આવે તેમ છે.

જયારે કોંગ્રેસનાં નેતૃત્‍વમાં પ્રાદેશિક પક્ષોની યુપીએ-3 સરકાર નિશ્ચિત બનશે જેનાં પ્રધાનમંડળમાં પરેશ ધાનાણીનો સમાવેશ થશે તેવો આશાવાદ આગેવાનો અને કોંગી કાર્યકરોમાં જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!