સમાચાર

અમરેલી શહેરમાં પીવાનાં પાણીની મુશ્‍કેલી દુર કરો : આંદોલનની ચીમકી આપી

કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ ચિફ ઓફીસરને પત્ર પાઠવ્‍યો

અમરેલી શહેરમાં પીવાનાં પાણીની મુશ્‍કેલી દુર કરો

સ્‍થાનિક સોર્સમાં પાણી ખલાશ થઈ જતાં પાલિકાએ નિયમિત પાણી વિતરણ કરવું જરૂરી

આગામી ચાર દિવસમાં પાણી વિતરણ નિયમિત ન થાય તો આંદોલનની ચીમકી આપી

અમરેલી, તા. 10

અમરેલી શહેરને પાલિકા ઘ્‍વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવતું ન હોય કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ ચિફ ઓફીસરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, હાલ ઉનાળાની સિઝન હોય ભરેલ સોર્સીંગ જેવા કે બોરનાં પાણી ખલાસ થઈ ગયેલ હોય. અમરેલી શહેરમાં વસતાલોકોને પાણી અનિયમિત અને અપુરતા પ્રમાણમાં વિતરણ થતું હોય જેથી શહેરનાં લોકોને ઉનાળા દરમિયાન પાણીની તાતી જરૂરીયાત હોય. શહેરમાં આવેલ ગાયોને પીવાના પાણી માટેના અવેડા નિયમિત ભરવામાં આવે અને છેવાડાનાં રહેવાસી સુધી પુરતા પ્રમાણમાં પાણીની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે.

વધુમાં જણાવે છે કે, જો દિન-4માં ઉપર મુજબની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!