સમાચાર

ગંદકી, ગાબડા અને ગાયની સમસ્‍યા વિકરાળ બની

જિલ્‍લાકક્ષાનાં અમરેલી શહેરમાં અનેક સમસ્‍યાઓનું નિરાકરણ થતું નથી

ગંદકી, ગાબડા અને ગાયની સમસ્‍યા વિકરાળ બની

શહેરનાં અનેક માર્ગો પર મસમોટા ગાબડાઓ હોય પાલિકાનાં શાસકો આરામ ફરમાવી રહૃાા છે

અમરેલી, તા. 9

અમરેલી શહેર જિલ્‍લાકક્ષાનું શહેર હોવા છતાં પણ શહેરમાં ગંદકી, ગાબડા અને રખડતી ગાયોની સમસ્‍યા દુર કરવાનું પાલિકાનાં શાસકોને સુઝતું નથી.

શહેરનાં હાર્દસમા નાગનાથ ચોકમાં એસબીઆઈ નજીક જાહેર માર્ગ પર જમીનમાંથી કેબલ બહાર ડોકીયા કરી રહૃાા હોય વાહનચાલકો પરેશાન થઈ રહૃાા છે. તેમજ બીએસએનએલ કચેરીની બહાર પણ જમીનમાંથી કેબલ બહાર દર્શન આપતો હોય ટ્રાફીક સમસ્‍યા ઉભી થઈ રહી છે.

તદઉપરાંત નાગનાથ મંદિર નજીક ભોજલરામબાપાની ઝુંપડી નજીક, પોસ્‍ટ ઓફિસ પાછળનાં માર્ગ પર સહિત અનેક ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર મસમોટા ગાબડાઓ જોવા મળી રહૃાા છે.

તદઉપરાંત શહેરનાં અનેક રાજમાર્ગો પર ગંદકીનાં ગંજ તેમજ રખડતી ગાયોનાં દ્રશ્‍યોરોજિંદા બન્‍યા હોય પાલિકાનાં પ્રાદેશિક કમિશનરે પાલિકાનાં શાસકોનો કાન આમળવો જોઈએ તેવી માંગ શહેરીજનોમાંથી ઉભી થવા પામી છે.

error: Content is protected !!