Amreli Express

Daily News Papers

સમાચાર

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના 69માં સ્‍થાપના દિવસની આસ્‍થાભેર ઉજવણી થશે

સરદાર પટેલે વર્ષો પહેલાં લોખંડી સંકલ્‍પ પૂર્ણ કર્યો હતો

સોમનાથ, તા. 9

શ્રી સોમનાથ મંદિર કૈલાશ મહામેરૂ પ્રાસાદનાં પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે, સરદાર વલ્‍લભભાઈ પટેલનાં લોખંડી સંકલ્‍પનું સાકાર સ્‍વરૂપ 11ભ મે 19પ1 ના રોજ તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર  પ્રસાદજીના કરકમલોથી સવારે 9-46 મીનીટે સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રાસાદનો નકશો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ હતો. આ પ્રસંગે 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલ પ્રાણપ્રતિષ્ઠા વિધિ માટે પ1 બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ. જયારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્‍ન થઈ અને 108 બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર વચ્‍ચે જયારે ભજય સોમનાથભનો નાદ ગુંજી ઉઠયો.. 101 તોપોની સલામી આપવામાં આવેલી. સ્‍થાનિકો બહોળી સંખ્‍યામાં જગતપિતા સોમનાથ મહાદેવનાં આ પાવન પ્રસંગે પોતાના પારંપરિક પરિવેષમાં ઉત્‍સાહ ભેર જોડાયા હતા. તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદજીએ લોકોને સંબોધતા કહેલ કે ભભપ્રાચીન ભારતની સમૃદ્ધી, શ્રદ્ધા અને સંસ્‍કૃતિનું પ્રતિક સોમનાથનું મંદિર હતું, જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્ર કરે છેકે, જેને જનતા પ્રેમ કરે છે જેના માટે જનસામાન્‍યના હૃદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્‍નેહ છે, તેને સંસારમા કોઈ પણ મીટાવી શકતું નથીભભ

11ભમે ર019ના રોજ શ્રી સોમનાથ મંદિરના 69ભમાં પ્રાણપ્રતિષ્ઠા દિનની હર્ષોલ્‍લાસથી ઉજવણી કરવાનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા કરવામાં આવેલ છે. ઘ્‍વજાપૂજન, મહાપૂજન- મહાઅભિષેક, સરદાર સાહેબને સરદાર વંદના તેમજ પૂષ્‍પાંજલી, સાંજે દિપમાલિકા તથા સમુહ આરતી કરવામાં આવશે. વિશેષ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ચોપાટી ગ્રાઉન્‍ડ-શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે યોજાશે. જમાં તા.10/0પ/ર019 ના રાત્રે 8.00 કલાકે મેઘાબેન ભોસલે તથા કલાવૃંદ ર્ેારા પ્રાચિન લોક ગીતો- ભજન- ગરબા પ્રસ્‍તુત કરવામાં આવશે. તા.11ભમે ર019 ના સાંજના 07-30થી શિવાંજલિ ડાન્‍સ ઈન્‍સ્‍ટિટ્‍યૂટના કલાકારો ર્ેારા ભભસત્‍યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ભભ શિર્ષક આધારીત નૃત્‍યોત્‍સવ યોજાશે. ઉપરોકત કાર્યક્રમોમાં જોડાવા સૌ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે.

error: Content is protected !!