સમાચાર

અમરેલીમાં પરશુરામ જન્‍મોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનાં આયોજન વચ્‍ચે

અમરેલીમાં પરશુરામ જન્‍મોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

શહેરનાં રાજમાર્ગો પર તમામ સમાજનાં આગેવાનો અને વેપારીઓ દ્વારા ભગવાન પરશુરામને વંદના કરાઈ

અમરેલી, તા. 7

અમરેલી જિલ્‍લામાં આજે ભગવાન વિશ્‍ણુનાં 6ઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનાં જન્‍મોત્‍સવની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલી શહેરમાં સમસ્‍ત બ્રહ્મસમાજ ઘ્‍વારા ભગવાન પરશુરામની ભવ્‍ય શોભાયાત્રા યોજાઈ હતી. શહેરનાં રાજમાર્ગો પર દરેક સમાજનાં આગેવાનો, વેપારીઓ ઘ્‍વારા ભગવાન પરશુરામની વંદના કરવામાં આવી હતી. શોભાયાત્રામાં વિશાળ જનમેદની જોવા મળી હતી.

ડો. જીવરાજ મહેતા ચોકમાં 6 કલાકે વેશભુષા કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 7-30 કલાકે ભગવાન પરશુરામજીની મહાઆરતી, સાંજનાં 8 કલાકે સત્‍યનારાયણની કથા અને સાંજે 8-30 કલાકે ભજન ભાવ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

ભગવાન પરશુરામ પ્રાગટય મહોત્‍સવને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજનાં આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!