સમાચાર

સાવરકુંડલામાં ભકિતભાવ પૂર્વક પરશુરામ દાદાનાં પ્રાગટય મહોત્‍સવની ઉજવણી

સાવરકુંડલા સમસ્‍ત બ્રહ્મસમાજ તથા પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામનું પૂજન તથા શોભાયાત્રા સહિતના પ્રસંગોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. ભગવાન શ્રી પરશુરામની ભવ્‍ય શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર જય પરશુરામના નાદથી નીકળેલ. તેમજ બ્રહ્મપુરીમાં દીપ પ્રાગટય કાર્યક્રમમાં બિપીનચંદ્ર ભટ્ટ (નિ. અધિક્ષક સચિવ), બટુકદાદા ત્રિવેદી (ભાગવતાચાર્ય),છોટુદાદા ઠાકરના હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવેલ.

error: Content is protected !!