બ્રેકીંગ ન્યુઝ

ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ અને ચેરીટેબલ ર્ેારા ચૈત્રમાસ સમાપન પ્રસંગે મહારકતદાન શિબિર યોજાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ અને ચેરીટેબલ ર્ેારા ચૈત્રમાસ સમાપન પ્રસંગે મહારકતદાન શિબિર યોજાઈ

બાંભણીયા બ્‍લડ બેંક ભાવનગરનાં સૌજન્‍યથી શિવકુંજ આશ્રમનાં સીતારામબાપુનાં આશીર્વચનથી ભૂરખિયા હનુમાનજીનાં સાનિઘ્‍યમાં મહારકત શિબિરમાં ઉદ્યઘાટન પ્રારંભે જ પ1 બોટલ રકતદાન માટે દર્શનાર્થીઓએ કતારો લગાવી. રપ1નાં લક્ષ સાથે શરૂ થયેલ મહારકતદાન શિબિરમાં ચેત્રમાસ પ્રસંગે આવતા પદયાત્રીઓએરકતદાન માટે કતારો લગાવી હતી. ભુરખિયા હનુમાનજીના સાનિઘ્‍યમાં યોજાયેલ મહારકતદાનશિબિરમાં બાંભણીયા બ્‍લડ બેંક ર્ેારા રકતદાતાઓને ત્રણ ખાનાનું ટિફિન બોક્ષ સ્‍મૃતિ ભેટ અર્પણ કરાયું. આ સેવાયજ્ઞમાં હૃદયસ્‍પર્શી સૂત્રો માનવ રકતનો બીજો કોઈ વિકલ્‍પ નથી માનવ શરીરમાં ધબકતું રકતમાં નાત જાત, ભાષા, ધર્મ, સંસ્‍કૃતિનાં કશા ભેદ નથી સ્‍વૈચ્‍છિક રકતદાન કરી માનવીય ફરજ અદા કરતાં દર્શનાર્થીઓ સાંજે 7-30 કલાક સુધી રકતદાતાઓનો અવીરત પ્રવાહ શરૂ રહૃાો હતો.

error: Content is protected !!