બ્રેકીંગ ન્યુઝ

લાઠી ખાતે ‘‘લાલજીદાદાનાં વડલા” આરોગ્‍યધામની અનેરી સેવા

લાઠી તાલુકામાં આરોગ્‍ય સેવા માટે સુંદર કાર્ય કરતી સંસ્‍થા લાલજીદાદાનો વડલો સત્‍ય, પ્રેમ, કરુણાનું આચરણ લાઠી સંતોકબા મેડિકલ સેન્‍ટરનું મોબાઈલ વાન લાઠી તાલુકાનાં 31 ગ્રામ્‍ય વિસ્‍તારો માટે આશીર્વાદ રૂપ સત્‍ય, પ્રેમ, કરુણા ને જ જીવનમંત્ર બનાવી દેતા જાણીતા ઉદ્યોગ રત્‍ન મોટિવેશન ભામાશા ગોવિંદભાઈ ધોળકિયા ર્ેારા ચાલતું આધુનિક હોસ્‍પિટલ લાલજીદાદાનો વડલો ખરા રૂપે રોગીઓ માટે શીતળ છાયા રૂપ વડલો બન્‍યું. સ્‍નેહામૃત ભોજન પ્રસાદ અને ઉત્તમ સારવાર આપતી અદ્યતન સાધનો સાથે સેવારત લાલજીદાદાનો વડલો ગરીબ ગુરબા માટે શીતળ છાયા.ડાયમંડ કીંગ રામકૃષ્‍ણ એકસપોર્ટ ર્ેારા લાઠી શહેરની અતિ આધુનિક હોસ્‍પિટલ લાલજીદાદાનાં વડલાનું હરતું ફરતું દવાખાનું લાઠી તાલુકાનાં અંતરીયાળ ગામો વેરાન વગડાઓમાં ફરી દર્દીનારાયણોનાં દર્દો દૂર કરવાનું સુંદર કાર્ય કરી રહૃાું છે. સામાન્‍ય ટોકનથી તાલુકાનાં 31 ગ્રામ્‍યમાં સતત ભ્રમણ કરતું વાન લાઠી તાલુકાનાં ગ્રામ્‍ય વેરાન વગડાઓ પાણાનાં ભડિયાઓ, ખેત મજૂરો, શ્રમિકોને સ્‍થળે જઈ  સારવાર કરાય રહી છે.

error: Content is protected !!