બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં 108 ઈમરજન્‍સી ર્ેારા એક માસમાં 469 દર્દીઓને સારવાર અપાઈ

અમરેલી, તા.4

જિલ્‍લામાં ચાલુ વર્ષે પડી રહેલ હિટવેવથી અસરગ્રસ્‍ત થયેલા 469 લોકોને નજીકની હોસ્‍પીટલમાં ખસેડવા 108ની ટીમ મદદરૂપ બની હતી. ગત એપ્રિલ માસમાં સરેરાશ તાપમાન કરતા તાપમાનમાં વાો થયેલ હતો.એકાએક ગરમીમાં વધારો થવાથી 108 ઈમરજન્‍સીમાં પણ વધારો થયેલ હતો. એપ્રિલ માસમાં સરેરાશ રોજનાં ર0 થી રપ કેશો 108 હેન્‍ડલ કરીને નજીકની હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ચાલુ વર્ષે પડી રહેલ કાળજાળ ગરમીમાં અમરેલી જીલ્‍લામાંથી 469 લોકોને હિટવેવની અસર થઈ હતી. 108ની ટીમમાં નોંધાયેલા કેશો પૈકી તાપને લઈને થયેલી અસરોથી પેટમાં દુઃખાવો, ઉલ્‍ટી થવી, તાપને લઈને બેભાન થવુંના સૌથી વધારે કેશો જોવા મળ્‍યા હતા. તાત્‍કાલીક સ્‍થાનિક લોકોએ 108ની મદદ લઈને અમરેલી જીલ્‍લામાં 469 લોકોને 108ની ટીમ મદદરૂપ નિવડી હતી. અમરેલી જીલ્‍લામાં ગરમીનું પ્રમાણ 44 સે. સુધી ગરમી પહોંચી હતી.

ગરમીનાં પ્રકોપનાં કારણે રોજનાં સરેરાશ ર0 થી રપ લોકોને ગંભીર અસર થતા 108 મારફતે પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્‍પીટલમાં અસરગ્રસ્‍તોને ખસેડવામાં આવ્‍યા હતા. 108ની ટીમ ભર ઉનાળે લોકોને મદદ કરવા ખડે પગે ઉભી રહી હતી. 108ની ટીમ ર્ેારા હિટવેવનાં કેશ હેન્‍ડલ કરતી વખતે સ્‍થાનિક લોકોને ઓઆરએસ, ગ્‍લુકોઝ અને પીવાનાં પાણીનું પ્રમાણ વધારવા લોકોને જાગૃત પણ કરવામાં આવ્‍યા હતા. અમરેલી જીલ્‍લામાં 108ની ટીમ મારફતે નોંધાયેલા કેશોમાં છાતીમાં દુઃખાવાની સમસ્‍યાનાં 1ર3 જેટલા કેશો નોંધાયા છે.

એપ્રિલ મહિનાનાં હીટવેવને કારણેનોંધાયેલા કેશો : પેટમાં દુઃખાવાનાં 61, બ્‍લડ પ્રેસરનાં 31, છાતીમાં દુઃખાવાનાં 1ર3, ચક્કર આવવાના ર0, શરીરમાં પાણી ઘટાડો થવાના 34, બેભાન થવાનાં 67, ઉલ્‍ટીનાં 37, ચાલતા ચાલતા પડી જવાનાં 91, કાન અને નાકમાંથી લોહી પડવું 0પ.

બાળકો, વયસ્‍ક તથા સગર્ભા બહેનોએ બપોરે તડકામાં નિકળવાનું ટાળવું. વધતી ગરમીને લઈને બપોરે 1ર થી 3 શકય હોય ત્‍યાં સુધી તડકામાં બહાર ન નીકળવું, વધારે માત્રામાં પાણી, લીંબુ પાણી, ગ્‍લુકોઝ, અને ઓઆરએસનો ઉપયોગ કરવો. નાના બાળકો, વયસ્‍ક નાગરીકો તથા સગર્ભા બહેનોએ બપોરે તડકાનાં નિકળવાનું ટાળવું.

error: Content is protected !!