સમાચાર

અરેરાટી : બાબરાનાં દરેડ માર્ગ પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં આધેડનું મોત

જિલ્‍લાનાં માર્ગો પર દિનપ્રતિદિન અકસ્‍માત વધી રહૃાા છે

અરેરાટી : બાબરાનાં દરેડ માર્ગ પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં આધેડનું મોત

અકસ્‍માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો

બાબરા, તા.4

બાબરાના દરેડ રોડે કાર અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ ચાલક એક આધેડનું મૃત્‍યુ નિપજયું હતું અને તેમાં સવાર બે વિદ્યાર્થીઓને પગના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્‍માત સર્જી કાર ચાલક કાર મૂકીને નાશી છૂટયો હતો.

ગઢડાના લીંબડીયા ગામે રહેતા જયસુખભાઈ ઝવેરભાઈ ધામેલીયા (ઉ.વ.પર) તે પોતાના મોટર સાયકલ પર ખાનગી શાળામાં ધોરણ-10માં અભ્‍યાસ કરતા બે વિદ્યાર્થીઓ જેમાં એક જયસુખભાઈનો ભત્રીજો દસન ભરતભાઈ ધામેલીયા (ઉ.વ.1પ) અને તેના પાડોશીનો પુત્રહાર્દિક ધીરૂભાઈ શીંગાળા (ઉ.વ.1પ)ને લઈને આવતા હતા તે દરમિયાન બાબરા નજીક દરેડ રોડ પર સામેથી આવતી કારે આ મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલના ચાલક જયસુખભાઈ અને તેમાં બેઠેલા બન્‍ને વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને પહેલા બાબરાના સરકારી દવાખાને લઈ આવ્‍યા હતા. જેમાં જયસુખભાઈને ગંભીર ઈજા હોય તેને વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કર્યા હતા ત્‍યાં પણ કેસ ગંભીર જણાતા અમદાવાદ રીફર કરવામાં આવ્‍યા હતા ત્‍યાં વચ્‍ચે વલ્‍લભીપુર પાસે જયસુખભાઈનું મૃત્‍યુ નિપજયું હતું. જયારે બન્‍ને વિદ્યાર્થીઓને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્‍માત સર્જી કાર ચાલક કાર મૂકી નાશી છૂટયો હતો. આ બાબતની તપાસ બાબરા પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!