સમાચાર

સરંભડાની કે. કે. શાહ જનતા વિદ્યાલયમાં સી.સી.ટી.વી. કેમેરા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

કે. કે. શાહ જનતા વિદ્યાલય, સરંભડામાં મધુભાઈ ભગવાનભાઈ દુધાત તથા મનુભાઈ ધીરુભાઈ દુધાતના આર્થિક સહયોગથી 16 જેટલા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવતા બાબાપુર સંસ્‍થાનાં નિયામક કુ. મંદાકિનીબહેન પુરોહિતનાં હસ્‍તે આજે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સંસ્‍થાની કોઈ પણ જરૂરીયાત વખતે હંમેશાં સંસ્‍થાની સાથે ઉભા રહેતા મધુભાઈ દુધાત તથા તેમના પરિવાર ર્ેારા રુપિયા એક લાખનાં ખર્ચે 16 જેટલા કેમેરા લગાવી આપીને હાઈસ્‍કૂલની જરુરીયાત પુરી કરાવતાં તેમનું સંસ્‍થાનાં નિયામક કુ. મંદાકિનીબહેન પુરોહિત તથા શાળા પરિવારઅને ગ્રામજનો ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજુભાઈ મનુભાઈ દુધાતનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે ડો. જીવરાજ મહેતા સ્‍મારક ટ્રસ્‍ટ તથા વૈદિક ટ્રસ્‍ટનાં સંયુકત ઉપક્રમે પંખીઓને પીવાનાં પાણીનાં કુંડા, પંખીઓને ચણ માટેનાં સ્‍ટેન્‍ડ તથા પંખીનાં માળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાળજાળ ગરમી અને તાપમાં પર્યાવરણને બચાવવા પંખીઓને બચાવવા જરુરી હોવાનો લોકોને સંદેશો આપીને આ સ્‍તુત્‍ય કાર્યમાં સહયોગ આપવા ડો. જીવરાજ મહેતા સ્‍મારક ટ્રસ્‍ટ અને વૈદિક ટ્રસ્‍ટ – અમરેલી ર્ેારા વિનંતી કરવામાં આવી હતી. આ બહુમૂલ્‍ય કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રનાં આગેવાન અને પૂર્વ સરપંચ દલસુખભાઈ દુધાત, ડો. જીવરાજ મહેતા સ્‍મારક ટ્રસ્‍ટનાં મેનેજીંગ ટ્રસ્‍ટી મોટાભાઈ સંવટ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય દિનેશભાઈ ભંડેરી, રવજીભાઈ કાછડીયા, પૂર્વ સરપંચ સર્વ મગનભાઈ હરખાણી, રવજીભાઈ  ગઢીયા, સરપંચ તથા દુદાભગત, હાઈસ્‍કૂલનાં પૂર્વ આચાર્ય કુરજીભાઈ સુરાણી, કાલીપ્રસાદ જોષી, વિઠ્ઠલભાઈ ગોંડલિયા, લખુભાઈ માંજરીયા, કનુભાઈ ચોડવડીયા, ભીખુભાઈ દુધાત, ધીરુભાઈ ગઢીયા, બાલુભાઈ સાવલિયા, વિનુભાઈ કેશુભાઈ દુધાત, લાભુભાઈ દુધાત, રવજીભાઈ નસીત, કેશુભાઈ બાજરીયા, મગનભાઈ દોંગા, વિનુભાઈ દોંગા, હાઈસ્‍કૂલનાં આચાર્ય આશિષભાઈ ભટ્ટ, કમલેશભાઈભટ્ટ, રમણીકભાઈ મોલડીયા, જયંતિભાઈ સોલંકી, રાઠવા,સનતભાઈ સોલંકી, સુખલાલ જોટંગિયા, મહેન્‍દ્રભાઈ સોલંકી સહિત વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાાં હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્‍કૂલનાં શિક્ષક અનિરુદ્ધ કોટડીયા ર્ેારા કરવામાં આવેલ હતું. દાતા મધુભાઈ દુધાત તરફથી સહુને આઈસ્‍ક્રીમ ખવડાવવામાં આવેલ હતો.

error: Content is protected !!