સમાચાર

ર0 ગામ પંચાયતનાં સરપંચોએ જિલ્‍લા વિકાસ અધિકારીને ધગધગતી રજુઆત કરી

તાલુકા પંચાયતમાં ઈજનેરની જગ્‍યા ખાલી હોવાથી પરેશાની

અમરેલીનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસકાર્યો ખોરંભે ચડયા

ર0 ગામ પંચાયતનાં સરપંચોએ જિલ્‍લા વિકાસ અધિકારીને ધગધગતી રજુઆત કરી

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકપ્રતિનિધિની અવગણનાં થતાં ભારે નારાજગી

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આઝાદીનાં 7ર વર્ષ બાદ પણ પીવાના પાણી, શિક્ષણ, આરોગ્‍ય, માર્ગો, સ્‍વચ્‍છતા સહિતની અનેક સુવિધાઓ જોવા મળતી નથી અને ગ્રામ્‍ય જનતા રજુઆત કરીને થાકી ગઈ છતાં શાસકોને કોઈ ચિંતા થતી નથી.

દરમિયાનમાં અમરેલી તાલુકાનાં ર0 ઉપરાંતનાં ગામોમાં વિકાસકાર્યોને લઈને નારાજગીનો માહોલ ઉભો થયો છે. ર0 ગામના સરપંચોએ આજે સામુહીકરૂપે જિલ્‍લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી તાલુકાના ગામડાઓમાં તાલુકા પંચાયત હસ્‍તકના એટીવીટી યોજના 14 માં નાણાપંચોના વિગેરે કામો એન્‍જીનીયરોના અભાવે હાલ ખોરંભે પડેલ છે. આ કામોનું આયોજ તાંત્રીક વહીવટોના પ્‍લાન એસ્‍ટેમેન્‍ટ વર્ક સેકટર આપવા ચાલું કામોનું સુપરવીઝન કરવું કે પુરા થયેલા કામોના બીલ આપવાની કામગીરી ઠપ્‍પ થઈ ગયેલ હોય તાલુકા પંચાયત તેમજ એટીવીટી માં રેગ્‍યુલર એન્‍જીનીયર મુકી અમારા આ કામોના ઉકેલ લાવવાઆપને નમ્ર વિનંતી. હાલમાં તાલુકા પંચાયતના ર એસઓમાંથી એક વારંવાર રજા ઉપર રહેતાં હોય અને બીજા એસઓ એક મહિનાથી સદંતર આવતા ન હોય તો ગ્રામ પંચાયતના વિકાસના કામો ખોરંભે થઈ ગયેલ હોય તેમજ પુરા થયેલ કામોના બીલ બે-બે મહિના થયા હોય છતાં ચુકવણા કરવામાં આવેલ નથી.

આવેદનપત્ર આપતી વેળાએ જિલ્‍લા વિકાસ અધિકારીએ સરપંચો સાથે અણછાજતું વર્તન કરતાં તમામ સરપંચોએ જિલ્‍લા વિકાસ અધિકારી કચેરી સામે ધરણા શરૂ કરીને રોષ વ્‍યકત કર્યો હતો.

error: Content is protected !!