સમાચાર

હૈદરાબાદ ખાતે દિલીપ સંઘાણીની અઘ્‍યક્ષતામાં નાફસ્‍કોબની બેઠક સંપન્‍ન

સહકારી પ્રવૃતિ નાનામા નાની વ્‍યકિત સુધી પહોચે અને તેના લાભો પ્રાપ્‍ત થાય ઉપરાંત સહકારી ક્ષેત્ર મજબૂત બને તેવી નેમ સાથે નાફસ્‍કોબની બોર્ડ મીટીંગ હૈદરાબાદ ખાતે મળી હતી જેમા યોજનાકીય લાભો અને લક્ષાંકોને ચરીતાર્થ કરવાપર ભાર મૂકવામા આવ્‍યો હતો. તેલંગાણા સ્‍ટેટ કો.-ઓપરેટીવ બેંકના યજમાન પદે મળેલ આ મહત્‍વપૂર્ણ મીટીંગમા નાફસ્‍કોબના ચેરમેન અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ સહકારી પ્રવૃતિનો સહકાર સમગ્ર દેશમા ફરી વળે ઉપરાંત ખેતીની આવક વધારવાના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના સ્‍વપ્‍નને ચરીતાર્થ કરવા પરિણામલક્ષી કાર્યક્રમોની  ચર્ચા કરવામા આવી હતી બોર્ડ મીટીંગમા સંઘાણી ઉપરાંતએન.સી.ડી.સી.ના મેનેજીંગ ડીરેકટર સંદિપકુમાર નાયક, નાફસ્‍કોબના મેનેજીંગ ડીરેકટર ભીમા સુબ્રહ્મણ્‍યમ્‌, બોર્ડ સદસ્‍યો તથા સ્‍થાનિક સહકારી આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.

error: Content is protected !!