Amreli Express

Daily News Papers

સમાચાર

તરવડામાં અભ્‍યાસ કરતા ર0 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગ : ગરમીનો કહેર?

અમરેલી જિલ્‍લામાં ગરમીનો કહેર

તરવડામાં અભ્‍યાસ કરતા ર0 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગ

તમામ વિદ્યાર્થીઓ સારવાર બાદ સંપૂર્ણ સ્‍વસ્‍થ

અમરેલી, તા.ર9

અમરેલી નજીક આવેલ તરવડા ગામે ભણતા ર0 જેટલા વિદ્યાર્થીઓને ગઈકાલે મોડી રાત્રીના સમયે ફુડ પોઈઝનની અસર થતા તાત્‍કાલિક સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. જો કે આ બનાવ અંગે હજુ સતાવાર કોઈ જ વિગત જાહેર કરવામાં આવી નથી પરંતુ ગઈકાલે ભારે ગરમીના કારણે આવું બનીશકયું હોવાની ચર્ચાઓ જાગી છે.

આ બનાવમાં અમરેલી તાલુકાના તરવડા ગામે ગઈકાલે મોડી રાત્રીના સમયે ર0 જેટલા વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનની અસર થવા પામતાં સંચાલકો દ્વારા તમામને સારવાર માટે સરકારી તથા ખાનગી દવાખાને ખસેડવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે.

જો કે આ બનાવ અંગે શાળાના સંચાલકો દ્વારા સતાવાર કોઈ જ વિગત જાહેર કરવામાં આવેલ ન હોય, પરંતુ અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 1 અઠવાડિયાથી ભારે ગરમીનું વાતાવરણ હોય, અને વિદ્યાર્થીઓને ગરમીના કારણે ફુડ પોઈઝનની અસર થવા પામેલ હોવાની પણ ચર્ચા જાગી છે. ત્‍યારે આ બનાવમાં તમામ વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ સારી હોય, સારવાર અપાયા ાદ તમામને રજા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

error: Content is protected !!