બ્રેકીંગ ન્યુઝ

અમરેલીની લાયન્‍સ કલબ (રોયલ)ની નામનાં વિશ્‍વસ્‍તરે પહોંચી

અમરેલીનાં ગૌરવનું પ્રતીક બની ગયેલી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલની નામનાં સીમાડા પાર કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પહોંચી છે.લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં પ્રમુખ અને ડિસ્‍ટ્રિકટ 3ર3ર-જેનાં સેકન્‍ડ વાઈસ ડિસ્‍ટ્રિકટ ગવર્નર વસંત મોવલિયાનાં પ્રયાસોથી ખૂબ ટૂંકા સમયગાળામાં ઐતિહાસિક સેવાકીય પ્રવૃતિ ર્ેારા અમરેલીનું નામ લાયન્‍સ વર્લ્‍ડમાં ગુંજતું થયું છે. ઉલ્‍લેખનીય છે કે લાયન્‍સ ઈન્‍ટરનેશનલમાં સૌપ્રથમ વખત વસંત મોવલિયાનાં માઘ્‍યમથી અમરેલી જિલ્‍લાને નેતૃત્‍વ મળ્‍યું છે. સેવા, સમર્પણ અને સદભાવનાનાં માઘ્‍યમથી અમરેલીનાં લોકોના હૃદયમાં સ્‍થાન મેળવનારી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની ફેલાયેલી સેવાની સુવાસનો શ્રેય સંસ્‍થાના પ્રત્‍યેક સદસ્‍યને ફાળે જાય છે. વસંત મોવલિયાનું નેતૃત્‍વ અને સંસ્‍થાના સદસ્‍યોની મહેનતનું પરિણામ છે. વર્ષ ર018-19નાં ગુજરાતનાં લાયન્‍સ મલ્‍ટિપલ કન્‍વેનશનમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલને સૌથી મોટા બે પુરસ્‍કાર મળ્‍યા હતાં. ટીચર ટ્રેનિંગ વર્કશોપ (લાયન્‍સ કવેસ્‍ટ) અને પીસ પોસ્‍ટરનું આયોજન કરવા બદલ આ બંને એવોર્ડ આ સંસ્‍થાને ફાળવવામાં આવ્‍યા હતા. જયારે સમગ્ર ગુજરાતમાં લાયન્‍સ કલબનાં બેસ્‍ટ પ્રેસિડેન્‍ટ તરીકે એમજેએફ લાયન વસંત મોવલિયાને એવોર્ડ મળ્‍યો હતો. આ એવોર્ડ તેમણે લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ)ના દરેક સદસ્‍યોને અને અમરેલી પ્રાંતનાં નગરજનોને અર્પણ કરતાં કહૃાું હતું કે, આ સન્‍માન ભલે મારા નામે મળ્‍યું હોય પણ સંસ્‍થાનીપ્રગતિનો આધારસ્‍તંભ સતત કાર્યશીલ મારા સદસ્‍યો છે. જેમણે મને સાથ આપ્‍યો અને અમારા દરેક પ્રોજેકટને સફળ બનાવવામાં પુરા ખંતથી મહેનત કરી છે.

error: Content is protected !!