Amreli Express

Daily News Papers

સમાચાર

મીતીયાળા વિસ્‍તારમાં આમથીતેમ ભટકતી માનસિક અસ્‍વસ્‍થ મહિલાને માનવ મંદિરમાં આશ્રય

181 અભયમ્‌ની ટીમે જરૂરી મદદ કરી

મીતીયાળા વિસ્‍તારમાં આમથીતેમ ભટકતી માનસિક અસ્‍વસ્‍થ મહિલાને માનવ મંદિરમાં આશ્રય

પૂ. ભકિતરામબાપુએ નિરાધાર મહિલાની સેવા શરૂ કરી

અમરેલી, તા.ર6

અમરેલીના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં રખડતી ભટકતી હાલતમાં મળી આવેલી એવી અસ્‍થિર મગજની અજાણી મહિલાને 181 અભયમ્‌ની ટીમે બચાવી લીધા બાદ ટીમ દ્વારા અસ્‍થિર મગજની મહિલાને માનવ મંદિર આશ્રમમાં આશ્રય અપાવી હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતા.

સાવરકુંડલાના મીતીયાળા ગામમાં એક અસ્‍થિર મગજની મહિલા આંટાફેરા કરતી હતી. આ ગામમાં જંગલી પશુઓનો ભય હોવાથી ગામના સ્‍થાનિક લોકોને આ બાબતે ખબર પડતા એ ગામનાસેવાભાવી માણસ દ્વારા અમરેલી 181ની ટીમનો સંપર્ક કર્યો હતો.

જેના પગલે 181 ટીમના કાઉન્‍સેલર પરમાર હિના, ડબલ્‍યુ.પી.સી. અલ્‍પાબેન ગોહિલ, પાયલોટ હિતેશભાઈ સહિતની ટીમ સ્‍થળ ઉપર પહોંચી જઈ મહિલાનું કાઉન્‍સેલીંગ કરી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે મહિલાને તેઓના વિશે કંઈપણ ખ્‍યાલ ન હોય તેમજ તેઓ ગુજરાતી છે. હિન્‍દી ભાષા સમજતા ન હોય અને તેઓની માનસિક સ્‍થિતિ સારી ના હોય ઉપરાંત આજુબાજુના વિસ્‍તારમાં કોઈ તેઓને ઓળખતું નથી.

આથી 181 અભયમ્‌ની ટીમે મહિલા વિશેની માહિતી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. જયાં પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ માલાબેન ડોડીયાની મદદથી મહિલાને સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમમાં આ મહિલાને આશ્રય અપાવેલ હતો.

આમ, 181 અભયમ્‌ ટીમ દ્વારા એક રખડતી ભટકતી અસ્‍થિર મગજની મહિલાને આશ્રમમાં આશ્રય અપાવી પ્રશંસનીય કાર્ય કરેલ.

error: Content is protected !!