Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીનાં એડવોકેટ વિમલ પોપટનાં જન્‍મદિવસે મેગા નેત્રયજ્ઞ યોજાશે

રણછોડદાસ બાપુ ટ્રસ્‍ટનાં સહયોગથી

અમરેલીનાં એડવોકેટ વિમલ પોપટનાં જન્‍મદિવસે મેગા નેત્રયજ્ઞ યોજાશે

વિનામૂલ્‍યે દવા, ભોજન પણ અપાશે

અમરેલી, તા.ર6

અમરેલીના જાણીતા એડવોકેટ અને પોપટ પરિવારના સભ્‍ય વિમલ પી. પોપટનાં આગામી તા.ર8ને રવિવારના જન્‍મદિન હોય, આ જન્‍મદિન નિમિતે તેઓ રાજકોટ ખાતે આવેલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓનાં લાભાર્થે વિના મૂલ્‍યે સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે.

આ નેત્રયજ્ઞમાં દર્દીઓને વિના મૂલ્‍યે ઓપરેશન કરી નેત્રમણી સાથે ઓપરેશન કરી આપવા ઉપરાંત જમવા, દવા, ચા-નાસ્‍તો વિગેરે પણ વિના મૂલ્‍યે ઉપલબ્‍ધ કરાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!