સમાચાર

બરવાળા બાવળ ગામે પીવાના પાણીનો પ્રશ્‍ન અઘ્‍ધરતાલ

દિવસ-રાત વિકાસની ગુલબાંગો ફેંકતા નેતાઓનાં ગાલ પર તમાચો

બરવાળા બાવળ ગામે પીવાના પાણીનો પ્રશ્‍ન અઘ્‍ધરતાલ

ગામજનોએ અનેકવખત તંત્ર સમક્ષ રજુઆત કરી છતાં કોઈ સાંભળતું ન હોય નારાજગી

વડીયા, તા. ર6

વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે આઝાદી બાદથી જ સર્જાતી રહેતી પાણીની સમસ્‍યા આજે પણ યથાવત છે. દિવાળી પછી તુરંત જ પાણી પ્રશ્‍ન વિકટ બનવા લાગે છે જે કાળઝાળ ઉનાળે વધુ આકરો બની રહે છે. ત્‍યારે ર0 વર્ષથી પાણી માટે મહિલાઓ ઠેર-ઠેર ભટકતી જોવા  મળે છે. ર0 વર્ષથી સત્તાધીશોની અણ આવડતથી બરવાળા બાવળની પ્રજાની પાણી માટેની સમસ્‍યા યથાવત જોવા મળે છે.

ઉનાળાની શરૂઆત થતાં જ જયાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો, પશુ-પક્ષીઓ સહિત સમગ્ર સૃષ્‍ટિ તોબા તોબા પોકારી રહી છે. ત્‍યાં ઉનાળાની શરૂઆતથી જ અમરેલીના વિસ્‍તારોમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે. ર0 વર્ષથી ગામનો પાણીનો પ્રશ્‍ન યથાવત.

વડીયા તાલુકાના   બરવાળા બાવળ ગામમાં છેલ્‍લા ર0 દિવસથી પીવાનું પાણી આવતું ન હોઈ ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને ગૃહિણીઓની હાલત કફોડી બની ગઈ છે. આ વર્ષે વરસાદ ઓછો થતાં ગામમાં તળાવો ખાલીખમ છે. ગ્રામજનોને પીવાના પાણી માટે દુર-દુર રઝળપાટ કરવો પડીરહૃાો છે, બબ્‍બે કી.મી. દૂર કુવા કે બોરવેલ પરથી માથે બેડા ઉપાડી પાણી ભરવા જવું પડતું હોય ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સ્‍થાનિક પાણી પુરવઠા તંત્ર સાવ કુંભકર્ણની ઉંઘમાં હોય તેવું લાગી રહૃાું છે. ત્‍યારે પાણીની પારાયણથી ત્રસ્‍ત બરવાળા બાવળ ગામના ગ્રામજનોના પ્રાણ પ્રશ્‍નો પીવાના પાણી માટે પશુના પીવે તેવા ગંદા પાણીના અવેડાના પાણીનો ઉપયોગ કરે છે. મજૂરી કામેથી આવીને પોતાના બાળકો માટે અવેડાના પાણીને ગાળીને પીવડાવવું પડે છે અને બીમારીનો ભોગ બનવું પડે છે. સ્‍થાનિક જણાવી રહૃાા છે. અસંખ્‍ય લેખિત રજૂઆતો છતાં કોઈ જ તંત્ર ઘ્‍વારા પગલાં નહીં તેવું લોકોનું કહેવું છે.

error: Content is protected !!