બ્રેકીંગ ન્યુઝ

લાઠીનાં પીપળવામાં લેઉવા પટેલ પ્રૌઢની રાત્રીનાં સમયે ભેદી રીતે હત્‍યા કરાઈ

ઘરનાં ડેલા પાસે સુતા હોય બુકાનીધારી શખ્‍સ તુટી પડયો

લાઠીનાં પીપળવામાં લેઉવા પટેલ પ્રૌઢની રાત્રીનાં સમયે ભેદી રીતે હત્‍યા કરાઈ

ગંભીર અવસ્‍થામાં રાજકોટ ખાતે ખસેડાતા મૃત્‍યુ થયું

અમરેલી, તા. ર4

અમરેલીના લાઠી તાબેના પીપળવા ગામે મોડી રાત્રે લેઉવા પટેલ પ્રૌઢની ભેદી હત્‍યા થતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. પોતાના ઘરના ડેલા પાસે ઉંઘી રહેલા પ્રૌઢ પર કોઈ બુકાનીધારી શખ્‍સ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. તેમણે બુમાબુમ કરતાં પરિવારના લોકો ભેગા થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડયા હતા. અહિ સવારે તેમણે દમ તોડી દીધો હતો. ભેદભરમ સર્જતી આ હત્‍યાનું રહસ્‍ય ઉકેલવા અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ લાઠીના પીપળવા ગામે રહેતાં કેશવભાઈ માધાભાઈ પોકીયા (ઉ.વ. પ0) નામના લેઉવા પટેલ પ્રૌઢ પર રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે અજાણ્‍યા બુકાનીધારી શખ્‍સે છરીથી હુમલો કરી પેટ-પડખા સહિતના ભાગે ઘા ઝીંકી દેતાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. પરંતુ આજે સવારે મોત નિપજતા બનાવ હત્‍યામાં પરિણમતા ગાધીગ્રામ પોલીસ મથકની ટીમે હોસ્‍પિટલે પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

હત્‍યાનો ભોગ બનેલાકેશવભાઈના પરિવારજનોના કહેવા મુજબ કેશવભાઈ દરરોજ રાત્રે ઘરના ડેલા બહાર ખાટલો ઢાળીને સુતા હતા. ગત રાત્રે અચાનક તેના પર છરીથી હુમલો થતાં તેણે દેકારો મચાવતા ઘરના લોકો જાગી ગયા હતા. બાજુમાં જ રહેતો ભત્રીજો મનિષભાઈ ધીરૂભાઈ પોકીયા પણ દોડી આવ્‍યો હતો. તે વખતે હુમલાખોર ભાગી ગયો હતો. કેશવભાઈએ લોહીલુહાણ હાલતમાં પોતાને એક બુકાનીધારી શખ્‍સે છરીના ઘા ઝીંકયાનું રટણ કર્યુ હતું એ સિવાય વધુ બોલી શકયા નહોતા.

હત્‍યાનો ભેદ ઉકેલવા અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેશવભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બે પુત્ર સુરત રહે છે અને દિકરી અમરેલી સાસરે છે. પત્‍નિનું નામ રમિલાબેન છે. ઘરે પતિ-પત્‍નિ એકલા રહે છે. બુકાનીધારીએ હુમલો કરતાં કેશવભાઈ બુમો પાડતાં પાડતાં જી બચાવી બહારથી ડેલા અંદર જતાં રહૃાા હતા અને અંદરથી ડેલો બંધ કરી દીધો હતો. એ પછી ભત્રીજો મનિષભાઈ વંડી ઠેંકીને અંદર ગયો હતો. તેણે પુછતાછ કરતાં બુકાની બાંધેલા શખ્‍સે છરી ઝીંકયાનું કેશવભાઈ બોલ્‍યા હતા. લાઠી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતા. અહિ સવારે મોત નિપજયું હતું. નાના એવા ગામમાં આ રહસ્‍મય હત્‍યાની ચકચાર મચી ગઈ છે.

error: Content is protected !!