સમાચાર

લાઠી ખાતે ચાલતું સ્‍નેહામૃત છાશ કેન્‍દ્ર જરૂરીયાતમંદ લોકો માટે આશિર્વાદ સમાન બન્‍યું છે

લાલજીદાદાનાં વડલે વહેલી સવારનાં જરૂરિયાતમંદ પરિવારો છાશ મેળવવા પહોંચી જાય છે

લીલીયા, તા. ર4

લાઠીનાં લાલજીદાદાનાં વડલે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. તેના ભાગરૂપે સ્‍વ. પરબતભાઈ લાલજીભાઈ ધોળકીયાનાં સ્‍મરણાર્થે સ્‍નેહામૃત છાશ કેન્‍દ્ર કાર્યરત છે. જેમાં લાઠી શહેરનાં 600 પરિવારનાં 3 હજાર જેટલા લોકો અમુલ દૂધમાંથી બનાવવામાં આવતી શુઘ્‍ધ છાશ મેળવી રહૃાાં છે. ધોળકીયા પરિવારનાં મોભી ગોવિંદભાઈ ધોળકીયા ઘ્‍વારા લાલજીદાદાના વડલે ચાલતી આરોગ્‍ય સેવા, ભોજન પ્રસાદ સેવા, છાશ વિતરણ સેવા સહિતની પ્રવૃત્તિની લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. અને સેવાયજ્ઞનો મોટા પ્રમાણમાં લાભ લેવા લાલજીદાદનો વડલોનાં સંચાલકોએ અપીલ કરી છે.

error: Content is protected !!