Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ દ્વારા વિશ્‍વ પુસ્‍તક દિન ઉજવાયો

અમરેલીમાં યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ અમરેલી દ્વારા સંસ્‍થાના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્‍કૂલના ઉપક્રમે વિશ્‍વ પુસ્‍તક દિન-19 ઉજવણી તથા મતદાર જાગૃતિ સંકલ્‍પ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અઘ્‍યક્ષસ્‍થાને લાયન્‍સ કલબ 3ર3ર જે ના સેકન્‍ડ વાઈસ ગવર્નર લા. વસંતભાઈ મોવલીયા તથા મુખ્‍ય મહેમાન પદે લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, કડવા પટેલ સમાજના કન્‍વીનર વજુભાઈ ગોલ, આહીર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર, સૌ. ઓઈલમીલ એસો.ના કારોબારી સભ્‍ય કાંતીભાઈ વઘાસીયા, ઓકસફર્ડ સ્‍કૂલના સ્‍થાપક, સંચાલક તથા પ્રિ. મયુરભાઈ ગજેરા, ડાયરેકટર પ્રહલાદ વામજા, નિલેશ ગજેરા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્‍થિત સૌનું શબ્‍દોથી સ્‍વાગત ઓકસફર્ડ સ્‍કૂલના સ્‍વપ્‍નદ્રષ્‍ટા મયુરભાઈ ગજેરાએ કર્યું હતું. વિશ્‍વ પુસ્‍તક દિન નિમિતે જીવનમાં વાંચનનું મહત્‍વવિષય પર મુખ્‍ય વકતા તથા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ મંત્રમુગ્‍ધ કરતું વકતવ્‍ય આપ્‍યું હતું. તથા લાયન્‍સ કલબ રોયલના પ્રમુખ વસંતભાઈ મોવલીયા, વજુભાઈ ગોલ તથા ડી.કે. રૈયાણીએ વિદ્યાર્થીની બહેનોને વાંચનની ટેવ કેળવવા અપીલ કરીને વિશ્‍વ પુસ્‍તક દિનની શુભેચ્‍છા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત પ00 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તથા મહેમાનોએ સો ટકા મતદાન કરવાની તથા મતદાન કરાવવાના સંકલ્‍પો લઈને મતદાન જાગૃતિ અભિયાનને સાર્થક કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓકસફર્ડ સ્‍કૂલના કેમ્‍પસ ડાયરેકટર પ્રહલાદભાઈ વામજા તથા એજયુકેશન ડાયરેકટર નિલેશભાઈ ગજેરાએ જહેમત ઉઠાવીને ઉપસ્‍થિત સૌનો આભાર માન્‍યો હતો.

error: Content is protected !!