Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરામાં મતદાનનો ઉત્‍સાહ દેખાયો : સૌથી વયોવૃઘ્‍ધ માજીએ મતદાન કરી એક જાગૃત્ત મતદારનું ઉદાહરણ પુરૂ પાડયું 

બાબરામાં લોકસભાની ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકોમાં પણ મતદાનને લઈઅનેરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. લોકો ઘ્‍વારા મતદાન કરી લોકશાહીના મહાન પર્વની ઉજવણી કરી રહૃાા છે. ત્‍યારે બાબરા તાલુકાના કુંવરગઢ ગામના દૂધીબેન રામાણી (ઉ.વ. 111) ઘ્‍વારા પોતાના પોતાના ગામના મતદાન બુથ પર મતદાન આપી એક જાગૃત્ત મતદારનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. તો બીજી તરફ બાબરાના રામનગર વિસ્‍તારમાં રહેતા સોનાબેન કરમશીભાઈ વાવડીયા (ઉ.વ. 10પ) ઘ્‍વારા અહી કમળશી હાઈસ્‍કૂલમાં આવેલ બુથ પર મતદાન કરી લોકશાહીનાં પર્વની ઉજવણી કરી હતી. આમ બાબરા તાલુકામાં શતાયુ વટાવી ચુકેલા વૃઘ્‍ધ માતાઓ મતદાન કરી મતદાન પ્રત્‍યે પોતાની ફરજ અદા કરી પ્રેરણા આપી રહૃાાં છે.

error: Content is protected !!