Amreli Express

Daily News Papers

સમાચાર

આલે લે : કુંકાવાવમાં આખલાઓનાં ત્રાસથી કંટાળીને ગામજનોએ ગલીઓમાં દરવાજા લગાવ્‍યા

બાળકો, વૃદ્ધો અને વાહનોને નુકશાન થતું હોય, પરેશાની

આલે લે : કુંકાવાવમાં આખલાઓનાં ત્રાસથી કંટાળીને ગામજનોએ ગલીઓમાં દરવાજા લગાવ્‍યા

સ્‍થાનિક તંત્રની અણઆવડતથી ર00 આખલાઓનો ત્રાસ

કુંકાવાવ,તા.ર0

કુંકાવાવમાં આખલાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહયો છે. જેના કારણે વાહન ચાલકો તેમજ બાળકો, વૃઘ્‍ધો પરેશાન થઈ રહયા છે. જેના કારણે હવે લોકોએ પોતાની શેરીઓમાં આખલા ઘૂસી ના જાય તે માટે લોખંડના દરવાજા બનાવવાનું શરૂ કર્યું છે. અને શહેરમાં ર00થી વધારે ખુંટીયા તેમજ ગાયો વધારાના રેઢીયાર જોવા મળી રહયા છે. ત્‍યારે અવાર નવાર બે-ચાર આખલાની લડાઈના કારણે વાહનો તેમજ ચીજ વસ્‍તુને નુકશાન થઈ રહયું છે. ત્‍યારે વૃઘ્‍ધો તેમજ બાળકોને શેરીઓમાં એકલા ચાલવું એટલે અકસ્‍માતને આમંત્રણ આપવા સમાન હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. ત્‍યારે પંચાયતે આ ખુંટીયાને યોગ્‍ય જગ્‍યાએ ખસેડવા જોઈએ તેવી લોકો માંગ કરી રહયા છે.

error: Content is protected !!