Amreli Express

Daily News Papers

સમાચાર

ભુકંપ : પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂનું ભાજપને સમર્થન

અમરેલી જિલ્‍લાનાં વધુ એક કદાવર કોંગી નેતાએ ભાજપને સહકાર આપ્‍યો

ભુકંપ : પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂનું ભાજપને સમર્થન

ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્‍યું

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લામાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્‍યો છે તેવા જ સમયે કોંગ્રેસ માટે આફતનાં એંધાણ જોવા મળી રહૃાા છે. કોંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજનાં પ્રમુખ પ્રતાપભાઈ વરૂએ આજે ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાને સમર્થન જાહેર કરતાં કોંગ્રેસમાં સન્‍નાટો અને ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.

આજે મોમાઈનાં વડ ખાતે ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં પૂર્વધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂની આગેવાનીમાં કાઠી ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને સમર્થન આપવાનું જાહેર કરવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં વધુ એક ગાબડુ પડયું છે. થોડા દિવસો પહેલા સાવરકુંડલાના અગ્રણી દિપક માલાણી બાદમાં અમરેલી પાલિકાનાં પ્રમુખ જયંતીભાઈ રાણવા અને હવે પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂએ ભાજપને સમર્થન જાહેર કરતાં કોંગી ઉમેદવારની હાલત કફોડી બની     ચુકી છે. આ તકે રાજુલા પાલિકાનાં પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા, વસ્‍તુભાઈ કોટીલા, અજયભાઈ   વાળા સહિતનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!