Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલ ખાતે નિદાન કેમ્‍પ યોજાયો

અમરેલી ખાતે આવેલ શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્‍પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્‍પ યોજાયોહતો. જેમાં રાજકોટની એચ.સી.જી. હોસ્‍પિટલના નામાંકિત ડોકટરની ટીમ દ્વારા નિદાન કરવામાં આવેલ હતા. આ તકે અમરેલી શહેર તથા આજુ-બાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી બહુ સંખ્‍યામાં લોકોએ આ નિદાન કેમ્‍પનો લાભ લીધો હતો. આ તકે અમરેલી શહેરના વેપારી એસોસિયન તથા હિન્‍દુ મુસ્‍લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ દર્દી સાથે રાખી દીપ પ્રાગટય કરવામાં આવેલ આ તકે સિવિલ સુપ્રિટેન્‍ડેન્‍ટ ડોકટર પંડયા, આર.એમ.ઓ. ડોકટર કાપડીયા, ડો. સતાણી, પિન્‍ટુભાઈ ધાનાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!