સમાચાર

અમરેલી જિલ્‍લામાં હનુમાનજયંતીનો જબ્‍બરો ઉત્‍સાહ

સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાનજી મંદિરે મોટી સંખ્‍યામાં પદયાત્રીઓનો ધસારો

અમરેલી જિલ્‍લામાં હનુમાનજયંતીનો જબ્‍બરો ઉત્‍સાહ

રોકડીયા હનુમાન, બાલાજી હનુમાન, લાલાવાવ હનુમાન સહિતનાં મંદિરોમાં ભકતોની ભીડ ઉમટશે

હનુમાનજીને તેલ, અડદ, સિંદુર, આંકડાની માળા ચડાવીને આશિર્વાદ મેળવવામાં આવશે

અમરેલી, તા. 18

અમરેલી જિલ્‍લામાં આવતીકાલે હનુમાન જયંતીને લઈને જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. જિલ્‍લાનાં તમામ શહેરોથી લઈને ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે.

જિલ્‍લાનાં સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાન મંદિર તરફ સાંજથી મોટી સંખ્‍યામાં ભકતજનો ઘ્‍વારા પદયાત્રા શરૂ કરવામાં આવી છે. માર્ગમાં પદયાત્રીઓ માટે ઉત્તમોત્તમ સેવાઓ કરવામાં આવી રહી છે.

તદઉપરાંત શહેરનાં રોકડીયા મંદિર, બાલાજી મંદિર, લાલાવાવ મંદિર સહિતનાં હનુમાન મંદિરોમાં સવારથી રાત સુધી હનુમાન ભકતોની ભીડ ઉમટશે.

જિલ્‍લામાં ઠેકઠેકાણે હનુમાન જયંતીને લઈને બટુક ભોજન, સંતવાણી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં   આવેલ છે.

error: Content is protected !!