Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજનાં આગેવાનોનું કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને વ્‍યાપક સમર્થન

લોકસભાની ચૂંટણીમાં જંગી મતોથી વિજેતા બનાવાશે

અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજનાં આગેવાનોનું કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને વ્‍યાપક સમર્થન

દલિત સમાજને ન્‍યાય અપાવવાની ખાત્રી આપી

અમરેલી, તા.18

અમરેલી લોકસભા ચૂંટણી બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જિલ્‍લાના દલિત સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કરીને જંગી બહુમતીથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી.

આ તકે કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ દલિત સમાજને ભાજપ સરકાર દ્વારા સરકારીસહાય, સામાજિક સુરક્ષામાં જે અન્‍યાય થાય છે તે અન્‍યાય દૂર કરવાની ખાત્રી આપી હતી.

આ તકે જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, અશોકભાઈ ચાવડા, વી.એમ. જોગદીયા સહિતના દલિત આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!