Amreli Express

Daily News Papers

સમાચાર

શિક્ષક કભી સામાન્‍ય નહીં હોતા : બાબરામાં ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે પાણીનાં કુંડા બાંધવાનું નક્કી કર્યું

પાણીનાં કુંડા નિયમિત ભરવાનું કાર્ય પણ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રહૃાું છે

બાબરા, તા.18

કહેવાય છે કે શિક્ષક કભી સામાન્‍ય નહીં હોતા એની ગોદમાં પ્રલય અને નિર્માણ બંને સર્જન થાય છે. ત્‍યારે બાબરામાં એક ખાનગી શાળામાં આ કહેવત સાર્થક થઈ હોયતેવું લાગે છે. અહીં આવેલ પંચશીલ વિદ્યાલયમાં ધોરણ 1રના વિજ્ઞાનના શિક્ષક સંજયભાઈ આંબલીયા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને પર્યાવરણ લક્ષી માહિતી અને બોધ આપી રહયા હતા અને તેઓ દ્વારા ઉનાળામાં પડતા આકરા તાપના કારણે પક્ષીઓને પીવા માટે પાણીની ખૂબ જ સમસ્‍યાઓ થતી હોય છે. ત્‍યારે આપણે આ મૂંગા પક્ષીઓ માટે શું કરવું જોઈએ એવું જણાવતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પોકેટ મનીનો ખર્ચ પાણીના કુંડા લાવવામાં ખર્ચીને એક ઉતમ વિદ્યાર્થી તરીકેની ઓળખ ઉભી કરી હતી. વિદ્યાર્થીઓની આ સેવામાં શાળાના શિક્ષક સંજયભાઈ આંબલીયા દ્વારા તન, મન અને ધનની પૂરતી મદદ કરવામાં આવી હતી.

બજારોમાં પાણીના કુંડાની ખરીદી કરી તેને વાળો બાંધી શહેરની અલગ અલગ જગ્‍યાએ સુરક્ષિત બાંધવામાં આવ્‍યા છે. આશરે ર00થી વધુ પાણીના કુંડા આ શિક્ષકો દ્વારા બાંધવામાં આવ્‍યા છે. અહીં વિદ્યાર્થીઓ દ્વારા આ પાણીના કુંડાને નિયમિત ભરવાની પણ જવાબદારી લીધી છે. ત્‍યારે એક શિક્ષકની સારી વાત અને માત્ર પ્રેરણા મળવાથી સમાજનું જીવદયાનું કેવડું મોટું કામ થઈ શકે છે તેનું ઉદાહરણ આ વિદ્યાર્થીઓ છે અને એટલે જ કોઈએ કીધુ હશે કે શિક્ષક કભી સામાન્‍ય નહીં હોતા.

error: Content is protected !!