Amreli Express

Daily News Papers

સમાચાર

ખાંભા પંથકમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જબ્‍બરો આવકાર 

અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને સમગ્ર સંસદીય મત વિસ્‍તારમાં જબ્‍બરૂ સમર્થન મળી રહૃાું છે. ગઈકાલે તેઓએ ખાંભા પંથકની મુલાકાત લીધી હતી ત્‍યારે, આજુબાજુનાં સેંકડો ગામોથી ગામજનોએ ઉપસ્‍થિત રહીને તેઓનું ભવ્‍યાતીભવ્‍ય સ્‍વાગતકર્યુ હતું. આ તકે કોંગી ઉમેદવારે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. અને દેશની આઝાદીની બીજી લડાઈમાં સહકાર આપવાની વિનંતી કરતાં તમામ મતદારોએ જંગી બહુમતિથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી. આ તકે ધારાસભ્‍ય જે. વી. કાકડીયા, આપાભાઈ વાળા, પ્રેમજીભાઈ સેંજલીયા, બાબુભાઈ ખુમાણ, નિર્મળસિંહ રાઠોડ, મહેન્‍દ્રભાઈ હરિયાણી, કમલેશભાઈ ત્રિવેદી, મહમદભાઈ સોલંકી, સહિતનાં કોંગી આગેવાનો અને મોટી સંખ્‍યામાં મતદારો ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!