Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી ખાતે ચૂંટણી ફરજ પરનાકર્મીઓએ પોસ્‍ટલ બેલેટથી કર્યું મતદાન

આજે પણ હજુ કર્મીઓ મતદાન કરી શકશે

અમરેલી, તા.16

આગામી લોકસભાની ચૂંટણી ઉપર ફરજ પરના કર્મીઓ પોતાનું મતદાન કરી શકે તે માટે થઈ ચંૂટણીપંચ દ્વારા ચૂંટણી ફરજ પ્રમાણપત્ર અને પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે થઈ અત્રેની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ખાતે મતદાનની વ્‍યવસ્‍થા ગોઠવી હતી.

જેના અનુસંધાને આજે ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મીઓ, હોમગાર્ડઝ, એસ.ટી.ના કર્મીઓ વિગેરેએ આજે મતદાન કર્યું હતું.

આવતીકાલે પણ આજ સ્‍થળ ઉપર હજુ મતદાન કરી શકે તેવી વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!