Amreli Express

Daily News Papers

સમાચાર

મોંઘવારી : બાબરા પંથકમાં લીલોતરી શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મોંઘવારી : બાબરા પંથકમાં લીલોતરી શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

લોકસભાની ચૂંટણી વેળાએ જ મોંઘવારી બેકાબુ બની ગઈ

બાબરા, તા. 1પ

બાબરાની શાકભાજી માર્કેટમાં લીલોતરી શાકભાજીનો ભાવ આસમાને પહોંચતા સામાન્‍ય લોકોનું બજેટ ખોરવાય ગયું છે. અહીં મળતું તમામ લીલોતરી શાકભાજીનો ભાવ રૂા. 100નો આંકડો પાર કરી ગયો છે. જેના કારણે મજુર અને સામાન્‍ય વર્ગ માટે લીલોતરી શાકભાજી ખરીદવાની ક્ષમતા રહી નથી. ત્‍યારે શાકભાજીનો ભાવ સામાન્‍ય થાય તેની રાહ જોવાય રહી છે.

બાબરામાં ગુવાર, તુરીયા, ભીંડો, ટમેટા, કોબી, ફલાવર, રીંગણા, દૂધી, વટાણા, શાકભાજી મળી રહૃાાં છે પણ છેલ્‍લા એક પખવાડીયાથી આ લીલા શાકભાજીનો ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે. ત્‍યારે અહીં તુરીયા, ગુવાર, ભીંડો, કોબી જેવું શાકભાજીનો ભાવ રૂા. 100 છે તો મરચા, ટમેટા, ફલાવર અને રીંગણાનો ભાવ પણ રૂપિયા 60થી 80 સુધી બોલાય છે. ત્‍યારે આટલા મોંઘાલીલા શાકભાજી કઈ રીતે ખરીદવા તેની મૂંઝવણમાં અને ચિંતામાં સામાન્‍ય નાગરિક પડયો છે.

શાકમાર્કેટમાં આવડું મોંઘુ શાક ખરીદી કરીને ફેરી કરતા ફેરીયાઓ પણ રજા રાખી રહૃાા છે. સામાન્‍ય રીતે શહેરની દરેક સોસાયટી અને વિસ્‍તારમાં શાકભાજીના ફેરીયા શાકમાર્કેટમાં ખરીદી કરીને વેચવા માટે જતા હોય છે પણ સીકારા બોલાવે એવો ભાવ હોવાથી ફેરીયાઓ પણ શાકભાજીની ખરીદીથી દૂર રહે છે. હાલ લોકસભાની ચૂંટણીમાં નેતાઓ વ્‍યસ્‍ત બન્‍યા છે અને પ્રજા કારમી મોંઘવારીમાં પીસાય રહી છે.

error: Content is protected !!