પોલીસ સમાચાર

બાબરામાં પોલીસ સ્‍ટેશન ખાતે રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી 

બાબરા પોલીસ ઘ્‍વારા રામનવમીને લઈને શાંતિ સમિતિની મિટીંગ બોલાવી હતી. જેમાં શહેરનાં હિદું, મુસ્‍લિમ ભાઈઓ ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ ગીતાબેન આહીર ઘ્‍વારા હિંદુ ધર્મના મોટા તહેવાર રામનવમીને લઈને શહેરના વિશ્‍વ હિન્‍દુ પરિષદના સભ્‍યો બાબભાઈ શેખવા, મૌલિકભાઈ તેરૈયા અને મુસ્‍લિમ સમાજના આગેવાનો અને હિંદુ સમાજના આગેવાનો સાથે બેઠક કરી તમામ સાથે તહેવારને લઈને ચર્ચાઓ કરી હતી. પીએસઆઈ ગીતાબેન આહીર ઘ્‍વારા જરૂરી સુચન આપવામાં આવ્‍યું હતું. શહેરનાં હિંદુ-મુસ્‍લિમ ભાઈઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાાં હતા.

error: Content is protected !!