Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ભૈવાહ : અમરેલી જિલ્‍લાનાં 18થી 19 વર્ષનાં કુલ ર8406 નવયુવાનો પ્રથમવાર મતદાન કરશે

લોકસભાની ચૂંટણીમાં નવયુવાનોનાં મત અતિ મહત્ત્યવનાં

ભૈવાહ : અમરેલી જિલ્‍લાનાં 18થી 19 વર્ષનાં કુલ ર8406 નવયુવાનો પ્રથમવાર મતદાન કરશે

સૌથી વધુ યુવા મતદારો રાજુલા વિસ્‍તારમાં જોવા મળે છે

અમરેલી, તા. 1ર

આગામી તા. ર3 એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન યોજાશે. રાજકીય પક્ષો અને ઉમેદવારો સક્રીય છે ત્‍યારે દેશના નાગરિકો પણ મતદાન કરવા ઉત્‍સાહિત હોય એ સ્‍વાભાવિક છે. અમરેલી જિલ્‍લાનાં મતદારો પણ આતુરતાથી ર3 એપ્રિલની રાહ જોઈ રહૃાાં છે. આ વર્ષે નવા નોંધાયેલા કુલ ર8,406 જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરવા માટે ઉત્‍સાહિત છે.

ધારી વિધાનસભા મતવિસ્‍તારના પ340, અમરેલી વિધાનસભા મત વિસ્‍તારના 6434, લાઠી વિધાનસભા મત વિસ્‍તારના પ36ર, સાવરકુંડલા વિધાનસભા મતવિસ્‍તારના 4897 અને રાજુલા વિધાનસભા મતવિસ્‍તારના 6373 એમ કુળ મળી ર8,406 જેટલા નવ યુવા મતદારો નોંધાયેલ છે. આ નવયુવાનો જેટલા જાગૃત્ત બનશે તેટલી જ લોકશાહી મજબુત બનશે. આ મજબુત લોકશાહી માટે મતદાન કરવું જરૂરી છે.

error: Content is protected !!