સમાચાર

અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે

જિલ્‍લામાં થયેલ મહત્ત્યવનાં અનેક ભ્રષ્‍ટાચારનો કરશે પર્દાફાશ

અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે

ભાજપ અને કોંગી ઉમેદવારનાં કથિત ભ્રષ્‍ટાચારની જાણકારી શહેરીજનોને આપશે

અમરેલી, તા.10

અમરેલી જિલ્‍લામાં સરકારી વિભાગો અને રાજકીય આગેવાનો દ્વારા ભ્રષ્‍ટાચાર સામે છેલ્‍લા 7 વર્ષથી ઝુંબેશ ચલાવતા આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બન્‍યા છે. અને તેઓ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કરેલ ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કરવા માટે આગામી શનિવારે ડો. જીવરાજ મહેતા ચોકમાં રાત્રીના 8 થી 10 કલાક સુધી ભ્રષ્‍ટાચારની કથા કરવાના હોવાનું જાણવા મળેલ છે.

આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ સુખડીયા છેલ્‍લા ઘણા મહિનાઓથી ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયાનાકથિત બાંકડા, રમકડાં કૌભાંડ અને ગૌ-ચર જમીનમાં કરેલ દબાણ સહિતના પ્રશ્‍ને માહિતી એકઠી કરી રહયા હતા અને હવે તમામ માહિતી સાથે શનિવારે ભાજપના ઉમેદવારના કથિત કૌભાંડનો પર્દાફાશ કરશે. તેમજ કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના કથિત માર્ગ કૌભાંડનો પણ પર્દાફાશ કરીને શહેરીજનોને મતદાનમાં કાળજી રાખવાનો અનુરોધ કરવાના હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!