Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશ્‍યલ મીડિયાની જાળ બિછાવી 

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર રણસંગ્રામ ચાલુ થઈ ગયો છે. અમરેલી બેઠક કબ્‍જે કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા યુવા કોંગી કાર્યકર્તાઓએ સ્‍પેશ્‍યલ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી કોંગ્રેસે પ્રચાર પ્રસારના યુઘ્‍ધનો આરંભ અમરેલીથી શરૂ કરી દીધો છે. રાજયની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી બેઠક એટલે અમરેલી લોકસભાની બેઠક બે ટર્મના સાંસદ નારણ કાછડીયાને પછાડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની સેનાએ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી ભાજપ સામે મીડિયા યુઘ્‍ધ શરૂ કર્યું છે. ટવીટર, ફેસબુક અને વોટસએપ પર નેતા વિપક્ષ પરેશ ધાનાણીની ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થતી જાહેર સભાઓ, કોંગ્રેસના કરેલા કામો, ભાજપના ત્રણ ત્રણ દિગ્‍ગજોને આપેલ ધોબી પછડાટ બાદ હવે વારો છે કાછડીયાનો ના મેસેજો બનાવીને સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરવા મીડિયા વોર રૂમ શરૂ કરીને ભાજપને ભીડવવા યુવા કોંગી કાર્યકરો કામે વળગી ગયા છે. યુવાઓ માટેઆદર્શ ગણાતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી માટે યુવાનો કામે વળગી ગયા છે. ર017માં પણ યુવા કોંગ્રેસ એન.એસ.યુ.આઈ.ના કાર્યકર્તાઓને સોશ્‍યલ મીડિયા વોરની સફળતા      મળી હતી. જેના કારણે આ વખતે ર019ની લોકસભાની ચૂંટણીમાં 60 હજાર નવા યુવા મતદારો નોંધાયા છે. તે કોંગ્રેસની કામગીરી જે યુવા મતદારોને ખ્‍યાલ આવે તે માટે એન.એસ.યુ.આઈ.ના કાર્યકર્તાઓ સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી પહોંચાડવાના હેતુને સાકાર કરવા યુવાઓ સોશ્‍યલ મીડિયાથી ભાજપ સામે યુઘ્‍ધ શરૂ કર્યું છે. ભાજપના પરશોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, બાવકુ ઉંઘાડ બાદ હવે નારણ કાછડીયાનો વારો લખેલા મેસજો અમરેલીના સોશ્‍યલ મીડિયામાં વહેતા કરવામાં     આવ્‍યા છે.

error: Content is protected !!