સમાચાર

અમરેલીમાં આવતીકાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં મહત્‍વનાં આગેવાનોને મળશે

અમરેલીમાં આવતીકાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્‍લાભરનાં બુઘ્‍ધિજીવીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે

અમરેલી, તા. 10

અમરેલીનાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં શુક્રવારે બપોરે 3 ના ટકોરે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી જિલ્‍લાનાં વરિષ્‍ટ નાગરિકો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં પ્રતિનિધિ સાથે સીધો સંવાદ કરવાનાં હોય ભાજપ પરિવાર ર્ેારા આમંત્રિતોને પધારવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

રાજય અને દેશનીવર્તમાન પરિસ્‍થિતિ સહિતનાં અનેક મુદ્યે પ્રબુઘ્‍ધ નાગરિકો સાથે સીધો સંવાદ કરવાનાં હોય ભાજપ પરિવાર ર્ેારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કાર્યક્રમને સફળ બનાવવા ડો. ભરત કાનાબાર, શરદ લાખાણી, દિપક વઘાસીયા, જયેશ ટાંક સહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી         રહૃાા છે.

error: Content is protected !!