Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરામાં વડલીવાળી મેલડી માતાજીનાં મંદિરે આયોજિત શ્રીમદ્ય ભાગવત્‌ સપ્‍તાહમાં ચોસઠ જોગણીઓનાં દર્શન

બાબરામાં નિલવળા રોડ પર આવેલ વડલીવાળી મેલડી માતાજીના મંદિરે માતાજીના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવા દ્વારા શ્રીમદ ભાગવત સહિતના પંચામૃત કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારે અહીં શ્રીમદ ભાગવત સપ્‍તાહમાં વિવિધ પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર પંથકની જનતા મોટી સંખ્‍યામાં લાભ મેળવી ધન્‍યતા અનુભવી રહી છે. ત્‍યારે અહીં શ્રીમદ ભાગવત સપ્‍તાહમાં કુવારીકા, દીકરીઓ દ્વારા ચોસઠ જોગણીઓની વેશભૂષા ધારણ કરતા ભાવિકો દ્વારા માતાજીના અલૌકીક દર્શનનો મોટી સંખ્‍યામાં લાભલઈ ધન્‍યતા અનુભવી હતી.

error: Content is protected !!