સમાચાર

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને સુરતનું પ્રચંડ સમર્થન 

અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં સમર્થનમાં સુરત ખાતે વિજય વિશ્‍વાસ સંમેલન યોજાયું હતું. જેમાં બહોળી સંખ્‍યામાં અમરેલીયન અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે કોંગી ઉમેદવારે ભાજપની સરકાર તમામ મોરચે નિષ્‍ફળ નિવડી હોવાનો આક્ષેપ કરીને ભાજપ સરકારને દેશમાંથી હાંકી કાઢીને દેશની જનતાને આઝાદી અપાવવાની હાંકલ કરી હતી. આ સંમેલનમાંધારાસભ્‍ય ઠુંમર, અંબરીશ ડેર, સુરત અને બારડોલી બેઠકનાં કોંગી ઉમેદવાર પણ ઉપસ્‍થિત રહૃાા હતા અને સંમેલનને સફળતા અપાવવા માટે સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે સુરતવાસીઓનું જે પક્ષને સમર્થન મળે છે તે પક્ષની સરકાર બનતી હોય છે અને હાલ સુરતનો મિજાજ કોંગ્રેસ તરફી જોવા મળતાં કોંગીજનોમાં ઉત્‍સાહ બેવડાયો છે.

error: Content is protected !!