Amreli Express

Daily News Papers

સમાચાર

વિદ્યાસભા સ્‍કૂલમાં મીકક જિલ્‍લા કક્ષાની રમત સંકુલમાં શૂટીંગ રેંજનું કલેકટરનાં વરદ્ય હસ્‍તે ઉદ્યઘાટન

વિદ્યાસભા સ્‍કૂલ અમરેલી દ્વારા વિદ્યાસભા સ્‍પોર્ટ્‌સ સ્‍કૂલ (મીકક)ડિસ્‍ટ્રીક લેવલ સ્‍પોર્ટસ સ્‍કૂલમાં શુટિંગ રેંજનું અમરેલી જિલ્‍લા કલેકટર આયુષભાઈ ઓકના વરદ્‌ હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ તકે અમરેલી જિલ્‍લા કલેકટર આયુષભાઈ ઓક, એ.એસ.પી. પ્રેમડેલુ, પ્રાંત અધિકારી સતાણી, જિલ્‍લા આયોજન અધિકારી, નોડલ અધિકારી, મામલતદાર તથા સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ, આચાર્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ વગેરે આ પ્રસંગમાં ઉપસ્‍થિત રહયા હતા. આશુભપ્રસંગે જિલ્‍લા કલેકટર દ્વારા રીબિન કાપી શુટીંગ રેંજ ઈન્‍ડોર ગેમને વિદ્યાર્થીઓ માટે ખુલ્‍લુ મુકવામાં આવ્‍યુ હતું. આ તકે જિલ્‍લા કલેકટરે વિદ્યાર્થીઓને સ્‍પોર્ટસનું મહત્‍વ સમજાવી પ્રવર્તમાન શિક્ષણની જરૂરિયાતનુ મહત્‍વ સમજાવ્‍યુ હતું. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલે વિદ્યાસભા પટાંગણમાં પધારેલ તમામ મહેમાનોનો આભાર વ્‍યકત કર્યો હતો. વિદ્યાસભા સ્‍કૂલ રમતક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહેલ છે. અનેક સુવિધાઓથી સજજ ઈન્‍ડોર-આઉટડોર ગેમની પ્રેકટીસ સતત વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. શિક્ષણ સાથે રમતક્ષેત્રે આગળ વધે તે માટે સંસ્‍થા હંમેશા પ્રયત્‍નશીલ છે.

error: Content is protected !!