પોલીસ સમાચાર

સિંહનાં 14 નખ સાથે આરોપીને વનવિભાગે કોર્ટમાં રજૂ : બે દિવસનાં રિમાન્‍ડ

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં સિંહનાં 14 નખ સાથે આરોપીને વનવિભાગે કોર્ટમાં રજૂ કર્યો

કોર્ટે બે દિવસનાં રિમાન્‍ડ મંજૂર કર્યા

ખાંભા, તા.ર

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં દોઢ માસ પહેલા કોઠારીયા (14 ફેબ્રુઆરી) રાઉન્‍ડમાં એક સિંહનો કોહવાયેલી હાલતાં મૃતદેહ મળ્‍યો હતો અને તે સિંહના 14 નખ લાપતા થયા હતા અને ભારે પ્રત્‍યાઘાતપડયા હતા અને વનવિભાગમાં ભારે દોડધામ મચી ગયેલ હતી. અને ખુદ સી.સી.એફ. કોઠારીયા ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી. ત્‍યાર બાદ રાઉન્‍ડ સ્‍ટાફ દ્વારા આસપાસના 1 કિમી ત્રિજયા વિસ્‍તારમાં સઘન સ્‍કેનીન્‍ગ કરવામાં આવ્‍યું ઉપરાંત કોઈ અન્‍ય વન્‍ય પ્રાણી જેવા કે નોલિયા કે ઝરખ દ્વારા આ 14 નખોને ખાધા છે કે નહીં એ બાબત ચકાસવા આસપાસના વિસ્‍તારમાં સ્‍કેટ કલેકશન અને એનાલિસીસ કરવામાં આવ્‍યું હતું. તેમજ જંગલમાં વસતા માલધારીના સઘન પૂછપરછ કરેલ હતી. છતાં સિંહના 14 નખનો પતો લાગ્‍યો ન હતો.

આ દરમિયાન ડી.સી.એફ. ગીર પૂર્વની સૂચના મુજબ એ.સી.એફ. ઉના અને આર.એફ.ઓ. તુલસીશ્‍યામ (ખાંભા)ની આગેવાની હેઠળ ફોરેસ્‍ટર અને બીટ ગાર્ડસની 11 લોકોની એક સ્‍પેશ્‍યલ ટાસ્‍ક ટીમ બનાવવામાં આવી હતી. જેનું મુખ્‍ય કાર્ય આસપાસના સેટલમેન્‍ટ અને રેવન્‍યુ ગામોમાં આ ટીમ દ્વારા સઘન બાતમી મેળવવાનું હતું જેના અનુસંધાને મળી આવેલ બાતમી મુજબ તા.30/3/19ના રોજ સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્‍તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. ત્‍યારબાદ તા.31/3ના રોજ પચપચીયા ગામના એક વ્‍યકિતની સઘન પૂછપરછ કરતા તેના ખેતરની નજીક થોરની વાડ પાસેથી કુલ 14 સિંહ નખ મળી આવેલ હતા અને આરોપી વશરામ સાર્દુલ ધાપા (ઉ.વ.4પ) આરોપીની અટક કરી હતી અનેઆજે આરોપીને મુદામાલ સાથે ગીરગઢડા કોર્ટમાં રજૂ કર્યો હતો અને વન વિભાગે આરોપીના 4 દિવસના રિમાન્‍ડ કોર્ટ પાસે માંગ્‍યા હતા ત્‍યારે કોર્ટે આરોપી વશરામ ધાપાના બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હોવાનું વન વિભાગે જણાવ્‍યું હતું.

error: Content is protected !!