પોલીસ સમાચાર

સાવરકુંડલામાં ક્રિકેટ મેચ પર ચાલતા જુગાર સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા. ર

સાવરકુંડલાનાં મહુવા રોડ ઉપર આવેલ એક દુકાનદારને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં પોલીસે રોકડ રકમ રૂા. 77 હજાર સાથે ઝડપી લેતા સટ્ટાખોરોમાં ફફડાટ ફેલાયેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલાનાં મહુવા રોડ ઉપર પ્રેસ માર્કેટમાં દુકાન ધરાવતાં સંદિપ રે. સાવરકુંડલાવાળો શખ્‍સ હાલ ચાલી રહેલ વીવો આઈપીએલ ર0-ર0 ક્રિકેટ મેચમાં દિલ્‍હી કેપીટલ અને કિંગ્‍સ ઈલેવન પંજાબ વચ્‍ચે રમાઈ રહેલ મેચમાં મોબાઈલ ફોનમાં ક્રિકેટ લાઈવ બિટેક્ષ-999 અને ડોલર એકસચેન્‍જ નામની એપ્‍લીકેશન ઉપર સટ્ટો રમાડતાં પોલીસે રોકડ રકમ રૂા. 77પ00 તેમજ મોબાઈલ, ટી.વી. સહિત કુલ રૂા. 87,700નાં મુદામાલ સાથે ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપી પાડેલ હતો.

પ્રાથમિક પુછપરછ દરમિયાન આ શખ્‍સે દિપક મશરૂ ઉર્ફે ડીડી નામનાં શખ્‍સ પાસેથી ઓનલાઈન જુગાર રમાડતો હોવાનું જણાવેલ હતું.

error: Content is protected !!