પોલીસ સમાચાર

કડીયાળી, બાબરા, લાઠીમાં અપમૃત્‍યુનાં 3 બનાવો પોલીસમાં નોંધાયા

ઘરવખરી માટે પૈસા ન હોવાથી આધેડે મોત મીઠુ કર્યું

અમરેલી, તા.ર

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા રણછોડભાઈ ગીગાભાઈ મકવાણા નામના પ0 વર્ષીય આધેડ પાસે પોતાના પરિવાર માટે ઘરવખરી લેવા પૈસા ન હોવાથી અને પોતે બેકાર હોય, જે બાબતે લાગી આવતા ગત તા.1ના રોજ કડીયાળી ગામે ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્‍યુ થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

બીજા બનાવમાં બાબરા ગામે રહેતા એક 1પ વર્ષીય કિશોરે પોતાના પિતા પાસે ઓટો રીક્ષા લઈ દેવાની માંગણી કરેલ હતી. પરંતુ આ કિશોરના પિતા પાસે પૈસા ન હોય જેથી રીક્ષા નહીં લઈ દેતા આ કિશોરને લાગી આવતા પોતાની મેળે આડસર સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્‍યુ થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ત્રીજા બનાવમાં લાઠી ગામે રહેતા રાજેશભાઈ લાભુભાઈચાવડા નામના 30 વર્ષીય યુવકને છેલ્‍લા 3 વર્ષથી માનસિક બિમારી હોય, અને છેલ્‍લા 1પ દિવસથી બિમારી વધી જતાં કંટાળી જઈ માથામાં કલર કરવાની હેરડ્રાઈની બે પડીકી પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

error: Content is protected !!