પોલીસ સમાચાર

ઝુમ બરાબર ઝુમ શરાબી : અમરેલી જિલ્‍લામાંથી 1ર9 નશાની હાલતમાં ઝડપાયા

પોલીસની લાલ આંખથી બંધાણીઓ બેબાકળા

અમરેલી, તા. 1

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા નશો કરતી જાહેરમાં આંટાફેરા કરતાં શખ્‍સો સામે કડક હાથે કામ લેવા આપેલ સૂચનાથી રવિવારનાં રોજ અમરેલી જિલ્‍લા પોલીસ ર્ેારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી અમરેલી જિલ્‍લામાંથી 1ર9 જેટલાં શખ્‍સો કેફીપીણું પીધેલી હાલતમાં          મળી આવતાં આવા તમામ શખ્‍સો સામે પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અમરેલી જિલ્‍લા પોલીસ ર્ેારા છેલ્‍લા ઘણાં જ સમયે નશો કરવાની ટેવ ધરાવતાંશખ્‍સો સામે દરરોજ પોલીસ કેસ કરવામાં આવે છે. છતાં પણ આવા શખ્‍સો સુધરવાનું નામ લેતાં ન હોય, પોલીસે વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

error: Content is protected !!