પોલીસ સમાચાર

જોલાપરનાં પાટીયા પાસે જાહેરમાં જુગાર રમતાં પ શખ્‍સો ઝડપાયા

રોકડ, મોબાઈલ ફોન, બાઈક સહિતનો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા. 1

મહુવા તાલુકાનાં ભાણવડ ગામે રહેતાં કથુભાઈ બચુભાઈ ભુંકણ, રોણીયા ગામનાં બીજલભાઈ નાનજીભાઈ ભાલીયા, લુસડી ગામે રહેતાં મંગાભાઈ ધનાભાઈ પરમાર, ભાણવડ ગામનાં મંગળુભાઈ જેઠસુરભાઈ ભુંકણ, તથા કંડાસ ગામનાં વીરાભાઈ હીરાભાઈ પરમાર વિગેરે પ જેટલાં ઈસમો રવિવારે સાંજે જોલાપરનાં પાટીયા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, ડુંગર પોલીસે દરોડો કરી તમામને રોકડ રકમ રૂા.13930, મોબાઈલ ફોન-પ કિંમત રૂા.રપ00 તથા મોટર સાયકલ નંગ-3 કિંમત રૂા.70 હજાર મળી કુલ રૂા.86430 નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!