પોલીસ સમાચાર

ખીચા જવાનાં માર્ગે જુગાર રમતો 1 ઝડપાયો : 3 શખ્‍સો નાશી ગયા

અમરેલી, તા. 1

ધારી હીમખીમડીપરા વિસ્‍તારમાં રહેતાં સલીમભાઈકાદરભાઈ બ્‍લોચ, હનીફ કાદરભાઈ બ્‍લોચ, નવલ મનુભાઈ, વલ્‍લભ ઉર્ફે દાસ હરીભાઈ વિગેરે ચારેય ઈસમો રવિવારે સાંજે ખીચા જવાનાં કાચા રસ્‍તાવાળા નેબામાં બાવળ નીચે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, ધારી પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.1060 તથા મોટર સાયકલ મળી કુલ રૂા.ર1060નાં મુદ્યામાલ સાથે 1ને ઝડપી લીધો હતો જયારે ત્રણ નાશી ગયા હતા.

error: Content is protected !!