Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા મતદાન જાગૃત્તિ અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ  

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍કૂલ વિભાગ તથા જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટ્‌સ સ્‍કૂલ તેમજ જિલ્‍લા ચૂંટણી અધિકારી તથા કલેકટર કચેરી અમરેલીનાં સંયુકત ઉપક્રમે મેગા મેરેથોનમાં આશરે 1000 ઝેટલાં સ્‍પર્ધકોએ ભાગલીધેલ હતો. મેરેથોનનો મુખ્‍ય હેતું આવનાર ચૂંટણી પર્વમાં નાગરિકો પોતાનો બહુમુલ્‍ય મત આપી આ મહા અભિયાનમાં ભાગીદાર બને તેવો રહેલ હતો. મેરેથોનનું આયોજન માટે વિદ્યાસભા સ્‍પોર્ટ્‌સ સ્‍કૂલ તથા તમામ સ્‍કુલ વિભાગ દ્વારા જહેમત ઉઠાવી શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાસભાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ તમામ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો. અમરેલીનાં કલેકટર આયુષ ઓક, જિલ્‍લા ચૂંટણી અધિકારી આલ, પ્રાંત અધિકારી સતાણી, એ.એસ.પી. પ્રેમ ડુલુ, તાલુકા મામલતદાર, નોડલ અધિકારી, પોલીસ સહકાર સમિતિનાં સભ્‍યો, રોટરી કલબ તથા લાયન્‍સ કલબનાં પ્રમુખ તાથ તેમની ટીમ, વિદ્યાસભા સંસ્‍થા પરિવારનાં ટ્રસ્‍ટીઓ, પ્રિન્‍સીપાલ, શિક્ષકો તથા તમામ સ્‍ટાફ ઉપસ્‍થિત રભ હતા. મેરેથોનમાં વિદાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક આપી ઉપસ્‍થિત અધિકારીઓનાં વરદ હસ્‍તે શિલ્‍ડ તથા મેડલ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તેમજ ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને સર્ટિફીકેટ અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ મતદાન જાગૃતિ મેરેથોન થકી શહેરમાં ખૂબ સારો મેસેજ લોકો સુધી પહોંચે અને તમામ નાગરિકો આ લોકશાહીના પર્વમાં ખૂબ જ ઉત્‍સાહપૂર્વક મતદાન કરે તેવો સંદેશો સર્વે સુજ્ઞ નાગરિકોને પહોંચાડાયો હતો.

error: Content is protected !!