સમાચાર

સોશ્‍યલ મીડિયાની એક પોસ્‍ટથી શું થઈ શકે તેનું ઉદાહરણ શીતલબેન ગઢવી

રાજુલા, તા.1

અહીં જે ફોટો મૂકયો છે તે શીતલબેન ગઢવી છે. કલોલ- અમદાવાદ પાસેના નાનકડા ગામમાં ચારણના ઘરે જન્‍મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા જેવું જીવન જીવી રહયા છે. ભારતમાં અંગ્રેજી વિષય પર બી.એ.બી.એડ. કરી ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે ઓસ્‍ટ્રેલિયા જાય છે. ત્‍યાં માસ્‍ટર ડિગ્રી સાથે ઉદ્યાન- વિજ્ઞાનની પણ માસ્‍ટર ડિગ્રી મેળવે છે. અને ત્‍યારબાદ વ્‍યવસાય અર્થે ઓસ્‍ટ્રેલિયા સ્‍થાયી થાય છે અને પોતાના દેશની સંસ્‍કૃતિનું જતન પણ કરી રહયા છે. ભારતમાં વર્ષમાં બે-ત્રણ વખત આવતા હોય છે. છેલ્‍લે મઢડા સમૂહલગ્ન વખતે ઘણો સમય રોકાણ કર્યું ત્‍યારે જાણવા મળ્‍યું કે 11પ સમૂહલગ્નનો વિચાર કેમઆવ્‍યો ?

સોશ્‍યલ મીડિયામાં પોસ્‍ટ વાંચી કે એક વખત બાપને પોતાની દીકરી પરણાવવા આર્થિક તંગીનો સામનો કરવા મજબૂર બન્‍યો હોય છે. અને આ આર્થિક તંગીનો ઉકેલ ના     મળે તો આત્‍મહત્‍યા કરવાની નોબત આવી ગઈ હતી. ત્‍યારે આ સમાચાર     સાંભળી પોતાનું હૃદય દ્રવી ઉઠે છે. ત્‍યારબાદ એક નહીં પણ 11પ સમૂહલગ્નનું નિર્માણ ભજનાનંદી પાલુભાઈ ગઢવી સાથે મળી માં સોનલના આશિર્વાદથી સુપેરે પાર    પાડે છે.  ઈશ્‍વરે તેમને ખૂબ આપ્‍યું છે. ત્‍યારે દર વર્ષે ભારતમાં એકથી બે કરોડનું દાન ગરીબ લોકોની સેવામાં વાપરે છે. ધન્‍ય છે આ ચારણની દીકરી શીતલબેન ગઢવીને કે જેઓ પોતાની સંપતિ યોગ્‍ય રસ્‍તે વાપરી રહયા છે.

માં સોનલના એકાવન આદેશો પોતાના જીવનમાં ઉતાર્યા છે. માં સોનલે કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવા કન્‍યા છાત્રાલય- બોર્ડીંગની સ્‍થાપના કરેલ. તેના જ રસ્‍તે આગળ વધી રહેલા શીતલબેન ગઢવીને સમાજની દીકરીઓ માટે ખૂબ કાર્ય કરવું છે. માટે જયારે ભગવતી માં સોનલનો આદેશ આવશે ત્‍યારે ખૂબ મોટા કાર્યનો શુભારંભ થશે એવા સમયે આપણે પણ આપણું યોગદાન આપીએ એજ અભ્‍યર્થના.

વિદેશમાં પોતાના પરિવાર સાથે રહી આપણા દેશનો સાંસ્‍કૃતિક વારસો જાળવી રહયા છે. ત્‍યારે તેમને દિલથી વંદન કરૂ છું. આ અંગેની માહિતી રાજુલાના શિક્ષકકાળુભાઈ વાઘ દ્વારા આપવામાં આવી હતી.

error: Content is protected !!