Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં જિલ્‍લા કક્ષાની અન્‍ડર-14 તથા 17 કબડ્ડી સ્‍પર્ધા યોજાઈ 

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્‍કૂલ અને અમરેલી જિલ્‍લા વિદ્યાસભા ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલના સંયુકત ઉપક્રમે શાળા કેમ્‍પસમાં અન્‍ડર 14 અને અન્‍ડર 17ભાઈઓ-બહેનો કબડ્ડી સ્‍પર્દ્યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અમરેલી જિલ્‍લાના બગસરા, તરવડા તથા અમરેલી શહેરના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ પ્રસ્‍તુત સ્‍પર્દ્યામાં ભાગ લીધો હતો. આ તકે ઉપસ્‍થિત મહેમાનોમાં વ્‍યાયામ મંડળના પ્રમુખ મિયાણી, મંત્રી ઉપાઘ્‍યાય તથા સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ ઉપરાંત ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કૂલના કોચોએ હાજરી આપી હતી. પ્રસ્‍તુત સ્‍પર્દ્યામાં અન્‍ડર 17 ભાઈઓમાં વિદ્યાસભા સ્‍કૂલ અને અન્‍ડર 14 ભાઈઓમાં શ્રી સ્‍વસ્‍તિક સ્‍કૂલ તથા અન્‍ડર -17 બહેનોમાં એમ.વી.પટેલ કન્‍યા વિદ્યાલય આ કબડ્ડી સ્‍પર્દ્યામાં વિજેતા બની હતી. વિજેતા ટીમોને ટ્રોફી, મેડલ, તેમજ પ્રમાણપત્રો આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા.આ તકે સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ તથા વ્‍યાયામ મંડળના પ્રમુખ મિયાણી અને મંત્રી ઉપાઘ્‍યાય વિજેતા ટીમો હૃદયપુર્વક ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા. ભવિષ્‍યમાં વ્‍યાયામ ક્ષેત્રે હજુ વધારે આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!