Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં પ્રમુખ અને મંત્રીનો ચોંકાવનારો આક્ષેપ ભાજપ અને સંઘની ‘‘યુઝ એન્‍ડ થ્રો”ની નીતિ

એલ.કે. અડવાણી, મુરલીમનોહર જોષી, ડો. તોગડીયા સહિતનાં આગેવાનોને કર્યો અન્‍યાય

અમરેલી, તા. 30

આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં પ્રમુખ દડુભાઈ ખાચર અને મંત્રી દિલીપભાઈ બામટાએ ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કર્યા છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે અડવાણી, મુરલીમનોહર જોષી, કલરાજ મિશ્રાની ટીકીટો કાપી નાખી એ તેમને ચૂંટણી માટે બાદબાકી કરી નાખવામાં આવી. ભાજપને હાલની સ્‍થિતિએ પહોંચાડવામાં આ ત્રણેયનો સિંહફાળો છે. ભાજપને લોકસભાની બે સીટમાંથી 18ર સુધી પહોંચાડનાર આ જ નેતાઓ હતા. એમાયે અડવાણી તો નરેન્‍દ્ર મોદીની ગુજરાતનાં મુખ્‍યપ્રધાન પદેથી બાજપાઈ હકાલપટ્ટી કરવાના હતાત્‍યારે તેમને બચાવનાર હતા. આટલા ઉપકારનો બદલો નરેન્‍દ્ર મોદીએ અડવાણીની ટીકીટ કાપીને આપ્‍યો. એટલે ભાજપને સ્‍વાર્થ પૂરો થઈ ગયો એટલે કોણ તું અને કોણ હું એવું વલણ લીધું.

આજ રીતે ડો. પ્રવિણભાઈ તોગડીયાએ પોતાનું ઘરબાર, વ્‍યવસાય, પત્‍નિ તથા બાળકોને છોડીને હિંદુત્‍વ માટે પોતાનું જીવન સંઘને અર્પણ કરી દીધેલ આને લીધે જ સમગ્ર ભારતમાં હિંદુત્‍વની લહેર અને પરિણામ સ્‍વરૂપ રાજકીય રીતે સીધો ભાજપને જ ફાયદો થયો અને અત્‍યારે ભાજપ સત્તા પર બેઠો છે. છેક 1990થી અત્‍યાર સુધી વિહિપએ આંદોલનો કરીને લોકજાગૃત્તિ કરીને હિંદુ સમાજનાં હૃદયમાં હિંદુત્‍વની ચિન્‍ગારી પ્રગાટી અને એનો સીધો લાભ ભાજપને આવ્‍યો. પરંતુ સંઘે ડો. પ્રવિણભાઈ તોગડીયાને વિહિપમાંથી દુર કર્યા. સંઘનો આ નિર્ણય નરેન્‍દ્ર મોદીનાં કહેવાથી લેવામાં આવ્‍યો.

ડો. પ્રવિણભાઈ તોગડીયા વારંવાર કહેતા હતા કે, ર014માં નરેન્‍દ્ર મોદીએ હિંદુ સમાજને જે વચનો આપ્‍યા હતા તેમાંથી એકપણ વચન પુરૂ ન કર્યુ ઉલટુ તેનાથી વિરૂઘ્‍ધ નિર્ણયો લેવા માંડયા. અયોઘ્‍યામાં રામમંદિર માટે વટહુકમ, કાશ્‍મીરમાંથી 370ની અને 3પની કલમની નાબુદી, વિસ્‍થાપિત કાશ્‍મીરીઓનો પુનઃવસવાટ, બેરોજગાર યુવાનોને નોકરીઓ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો, ગૌ-હત્‍યા રોકવા માટે કાયદો, બાંગ્‍લાદેશીમુસ્‍લિમોને હટાવવા વગેરે અનેક વચનો આપેલા અને આ માટે ડો. પ્રવિણભાઈ તોગડીયાએ વારંવાર સંઘમાં રજુઆત કરી પણ તેમને આ માટે બોલવાની મનાઈ કરવામાં આવી અને છતાં પણ ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આ માટે જાહેરમાં ચર્ચા છેડી અને એ માટે જ પ્રવિણભાઈને વિહિપમાંથી દુર કરવામાં આવ્‍યા.

એટલે ભાજપ અને સંઘને જયારે જરૂરીયાત હતી ત્‍યારે ડો. પ્રવિણભાઈનો અને અડવાણીનો ઉપયોગ કરી લીધો અને હવે જયારે તેમને સત્તા મળી ગઈ છે અને આ લોકોની જરૂરીયાત નથી એટલે તેઓને દુર કર્યા. આવી જ હાલત અત્‍યારે જે ભાજપમાં ટોચ પર છે તેમની ભવિષ્‍યમાં થવાની છે તે પણ નકકી જ છે. એટલે ભાજપની ભયુઝ એન્‍ડ થ્રોભની નીતિ ચાલું જ રહેશે.

error: Content is protected !!